ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન, પ્રાથમિક તપાસમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો…

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ એક્સીડન્ટમાં નિધન થઈ ગયું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ દુર્ઘટના ઘટી. પોલીસના જણાવ્યા મુજબ 54 વર્ષના મિસ્ત્રીની મર્સિડીઝ કાર સૂર્યા નદીના પુલ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ મર્સિડીઝના એરબેગ પણ ખુલ્યા, પરંતુ મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા.

કારમાં કુલ ચાર લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી મુજબ મર્સિડીઝના ડ્રાઈવરે કાર પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો, જે બાદ ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. પોલીસે મર્સિડીઝ કારમાં સવાલ લોકોની વિગત જાહેર કરી છે. એક્સીડન્ટમાં સાયરસ મિસ્ત્રીની સાથે જહાંગીર દિનશા પંડોલેનું પણ નિધન થયું છે. તો અનાયતા પંડોલે (મહિલા) અને તેમના પતિ દરીયસ પંડોલે ઘાયલ થયા છે.

અનાયતા મુંબઈમાં ડોકટર છે અને કાર તેઓ ડ્રાઈવ કરી રહ્યાં હતા. તેમના પતિ દરીયસ મંડોલ JM ફાયનાન્સિયલના CEO છે. જહાંગીર પંડોલે દરીયસના પિતા છે. પાલઘરના SP બાલાસાહેબ પાટિલે જણાવ્યું- મિસ્ત્રી જે કારમાં સવાર હતા, તેનો નંબર MH-47-AB-6705 છે. એક્સીડન્ટ બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે અમદાવાદથી મુંબઈના રસ્તે આવતી સૂર્યા નદીના પુલ પર થયો.

દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ઉદવાડા જે ફાયર ટેમ્પલથી પરત ફરતી વખતે મિસ્ત્રીની કારનું એક્સીડન્ટ થયું, ત્યાંના ધર્મગુરુએ કહ્યું કે આ સમાચારથી સમગ્ર પારસી સમાજને આઘાત લાગ્યો છે. પિતા પાલોનજી પછી સાયરસે અમારા ફાયર ટેમ્પલનું રિનોવેશન કરાવ્યું હતું.

શાપોરજી પાલોનજી ગ્રુપના પારસી સમાજના વિકાસ માટે સૌથી વધુ દાન આપ્યું છે. અહીંની દેખરેખ અને ધર્મશાળાના રિનોવેશનનો તમામ ખર્ચ તેઓ જ ઉઠાવતા હતા. અહીં કોઈ પણ કાર્યક્રમ થાય તો સૌથી પહેલા તેમના પરિવારના લોકો અહીં આવતા હતા. અમે દુઆ કરીએ છીએ કે ઈરાનશાહ તેમના પરિવારને દુઃખ સહન કરવાની હિંમત આપે.

આ વર્ષે 28 જૂને સાયરસના પિતા અને બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રી (93)નું નિધન થયું હતું. સાયરસ અને તેમના પિતાના નિધન પછી તેમના પરિવારમાં તેમની મા પાટ્સી પેરિન ડુબાસ, શાપૂર મિસ્ત્રી ઉપરાંત બે બહેન લૈલા મિસ્ત્રી અને અલૂ મિસ્ત્રી છે. સાયરસ મિસ્ત્રીના નિધન પર PM મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ ટ્વીટ કર્યું કે- સાયરસ મિસ્ત્રીનું આકસ્મિક નિધન સ્તબ્ધ કરનારું છે.

તેઓ ભારતની આર્થિક શક્તિમાં વિશ્વાસ કરતા હતા. તેમનું નિધન ઉદ્યોગ જગત માટે એક મોટી ક્ષતિ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદનાઓ. તેમની આત્માને શાંતિ મળે. સાયરસ મિસ્ત્રીના નિધન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અનેક લોકોએ શ્રદ્ધાંજલિ આપી છે.

ગડકરીએ લખ્યું- મહારાષ્ટ્રના પાલઘરની પાસે એક રોડ અકસ્માતમાં ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીજીનું દુર્ભાગ્યપૂર્ણ નિધન અંગે જાણીને દુઃખ થયું. તેમના પરિવાર પ્રત્યે સભ્યોના પ્રતિ હાર્દિક સંવેદના. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ. NCPના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું- શોકિંગ ન્યૂઝ છે.

મારા ભાઈ સાયરસ મિસ્ત્રીનું નિધન થઈ ગયું. વિશ્વાસ નથી થઈ રહ્યો. રેસ્ટ ઈન પીસ સાયરસ.” તો આરપીજી એન્ટરપ્રાઈઝના અધ્યક્ષ હર્ષ ગોયનકાએ પણ મિસ્ત્રીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમને લખ્યું- એક દુર્ઘટનામાં સાયરસ મિસ્ત્રીના નિધનના ચોંકાવનારા ન્યૂઝ સાંભળ્યા. તેઓ મારા ઘણાં સારા મિત્ર હતા.

તેમને શાપૂરજી પાલોનજી ગ્રુપને બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968નાં રોજ થયો હતો. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના પ્રમુખ પાલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. સાયરસે મુંબઈની કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. જે બાદ તેઓ સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે લંડન ગયા.

તેમની પાસે લંડન બિઝનેસ સ્કૂલથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પણ હતી. સાયરસે 1991માં પોતાનો ફેમિલી બિઝનેસ જોઈન કર્યો. તેમને 1994માં શાપૂરજી પાલો નજી ગ્રુપના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. તેમના નેતૃત્વમાં કંપનીએ ભારતના સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવર, સૌથી લાંબા રેલવે પુલ અને સૌથી મોટા પોર્ટનું નિર્માણ કર્યું.

પાલોનજી ગ્રુપનો બિઝનેસ કપડાંથી લઈને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલો છે. ડિસેમ્બર 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીને આ પદ સોંપવામાં આવ્યું હતું. મિસ્ત્રી ટાટા સન્સના સૌથી યુવા વયના ચેરમેન હતા.મિસ્ત્રી પરિવારની ટાટા સન્સમાં 18.4% ભાગીદારી છે.

તેઓ ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સમાં બીજા મોટા શેર હોલ્ડર્સ છે. સાયરસના પિતા પાલોનજી મિસ્ત્રી 2006માં ટાટા ગ્રુપના બોર્ડમાંથી રિટાયર થયા હતા, જે બાદ સાયરસ મિસ્ત્રીએ તેમની જગ્યા લીધી હતી. પાલોનજી મિસ્ત્રી ટાટા ગ્રુપના સૌથી મોટા શેર હોલ્ડર હતા. હજુ પણ મિસ્ત્રી પરિવારની ટાટા સન્સમાં 18.4%ની ભાગીદારી છે. તેઓ ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સમાં બીજા મોટા શેર હોલ્ડર્સ છે.

જો કે ચાર વર્ષના અંદર જ 24 ઓક્ટોબર 2016નાં રોજ ટાટા સન્સે તેમને ચેરમેન પદેથી હટાવી દીધા હતા. તેમની જગ્યાએ રતન ટાટાને ઈન્ટરિમ ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જે બાદ 12 જાન્યુઆરી 2017નાં રોજ એન. ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

આ વિવાદને લઈને ટાટા સન્સે કહ્યું હતું કે મિસ્ત્રીના કામકાજની રીત ટાટા સન્સના કામ કરવાની રીતથી મેળ નથી પડી રહ્યો, આ કારણે તેમને બોર્ડના સભ્યોનો મિસ્ત્રી પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. ટાટાના 150 વર્ષથી પણ વધુ સમયના ઈતિહાસમાં સાયરસ મિસ્ત્રી છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *