ગાડીનું ટાયર ફાટી જતાં દસ વર્ષીય બાળકની નજર સામે જ માતાનું કરુણ મોત

મહારાષ્ટ્રથી સુરત આવતી કાર આગળનું ટાયર ફાટી જતાં કરૂણ અકસ્માત સર્જાયો હતો જેમાં એક દસ વર્ષના બાળકની આંખો સામે તેની માતાનું મૃત્યુ થઈ ગયું હતું. આ સિવાય કારમાં બેઠેલ અન્ય ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત શનિવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ થયો હતો.

નવાપુર તાલુકાના સવરત ગામ પાસે કારનું આગળનું ટાયર ફાટી જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇર્ટિગા કાર ગુજરાતના ચાલીસગાંવ તાલુકાના કુંજરથી સુરત તરફ જઇ રહી હતી. સાવરાત ગામના વળાંક પર કારનું આગળનું ટાયર અચાનક ફાટતાં કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી અને કાર પલટી મારી જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં સોનલ શ્યામરાવ પવાર નું મૃત્યુ થયું હતું જ્યારે તેનો 10 વર્ષનો પુત્ર રોહિત શામરાવ પવાર, તેના પિતરાઈ ભાઈ દિલીપ શિવાજી ચિત્તે ડ્રાઈવર હરિલાલ લખનભાઈ પટેલને નાની-મોટી ઈજાઓ થઈ હતી. સોનલ શ્યામરાવ પવારને માથાના ભાગમાં ઊંડી ઈજા પંહોચી હતી અને એ પછી ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થઈ ગયું હતું. એક દસ વર્ષના બાળક સામે માતાએ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. આ આખો પરિવાર ચાલીસગાંવ તાલુકાના કુંજર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાંથી સુરત પાછા ફરી રહ્યા હતા.

શનિવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ સાવરાત ગામના વળાંક પર કારનું આગળનું ટાયર અચાનક ફાટતાં કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી અને કાર પલટી મારી જતાં આ ભયંકર અકસ્માત સર્જાયો હતો અને તેમાં સોનલ શ્યામરાવ પવાર નામની મહિલા મૃત્યુ પામી હતી આ સાથે જ તેમના દીકરા રોહિત શામરાવ પવારની આંખો સમક્ષ તેમની માતાનું મૃત્યુ નીપજ્યું હતું. માતા મોતથી રોહિત ઘણો હચમચી ગયો હતો અને એની પીડા જોઈ ત્યાં ઉભેલ દરેક લોકોના આંખમાં આંસુ આવી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *