ગૃહિણીઓ માટે આજે ખૂબ જ સારા સમાચાર, ફરી એક વખત તેલના ભાવમાં થયો ઘટાડો, 500 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો…

ઓગસ્ટ મહિનો ખાદ્ય તેલના ભાવમાં ઘણો ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો, બે દિવસ પહેલા જ સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ફરી એક વખત સીંગતેલ કપાસિયા તેલ અને પામોલીન તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારના રોજ રાજકોટમાં પામ તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

આ સાથે જ પામોલીન તેલના ડબ્બાનો ભાવ હવે અત્યારે 1690 રૂપિયા જોવા મળી રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા પાંચ મહિનાથી પામ તેલના ડબ્બાના ભાવ માં 500 રૂપિયા નો ઘટાડો અત્યાર સુધીમાં જોવા મળી રહ્યો છે. મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી પામતેલની મોટા પ્રમાણમાં આવક અને કારણે પામ તેલના માંગમાં ઘટાડો થતાં…

દિવસેને દિવસે સતત ભાવ ઘટાડો નોંધાય રહ્યો છે માર્કેટના નિષ્ણાતો કહે છે કે આગામી દિવસોમાં પામ તેલના ભાવ હજુ પણ ઘટી શકે તેવી શક્યતા છે જ્યારે બીજી બાજુ માર્કેટમાં છેલ્લા પાંચ દિવસથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે.

બે દિવસ પહેલા જ ખાદ્ય તેલ ના ભાવમાં 15 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો જેમાં સીંગતેલના ભાવમાં ₹15 ભાવ ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે કપાસિયા તેલ અને પામોલીન તેલમાં 20 ₹20 નો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો આગામી દિવસોમાં હજુ પણ પામોલીન તેલના ભાવમાં ભાવ ઘટાડો જોવા મળે તેવી વેપારીઓની આશા છે.

Leave a Reply

Your email address will not be published.