હેલ્થ

બહુ થાક લાગે છે તો હોય શકે વિટામીનની ઉણપ જાણો તેના ઉપાયના ફાયદા

શરીરમાં વિટામિન ડીની ઉણપને લીધે તમને ઘણી બીમારીઓ થઇ શકે છે. હાડકાના ચયાપચયને જાળવવા માટે વિટામિન ડીની જરૂર પડે છે. વિટામિન ડી એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે જે આપણે ખાવી તે ખોરાકમાં હોય છે અથવા તો શરીરની અંદર ઉત્પન્ન થાય છે. વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત સુર્યપ્રકાશ છે. જો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ રહે છે, તો તમને તેના કેટલાક ખાસ લક્ષણો જોવા મળશે.

૧) વજન વધવું: વિટામિન ડી એ આપણા શરીરને નાઈટ્રિક ઓક્સાઈડ તત્વ આપે છે. નાઈટ્રિક ઑક્સાઈડ એ એક મહત્વપૂર્ણ અને જરૂરી પોષક તત્વ છે, જે આપણને વધુ પડતા ખાવાથી અટકાવી દે છે અને તમારા ચયાપચયને વધુ વેગ આપે છે. આ વજનને નિયંત્રિત કરવામાં પણ ખુબ મદદ કરે છે. વિટામિન ડીની ઉણપથી વજન વધી શકે છે.

૨) થાક: વિટામિન ડીની ઉણપથી તમને જરૂર થાક લાગવા લાગશે. જો તમે યોગ્ય રીતે ખોરાક ખાધા પછી અને રાત્રે ૭-૯ કલાકની ઊંઘ લીધા બાદ પણ થાક અનુભવો છો, તો તેનું કારણ આ હોઈ શકે કે શરીરમાં વિટામિન ડીની ઉણપ છે.

૩) મૂડ પર અસર: દિવસમાં કોઈ કારણ વગર ઉદાસ અને દુઃખી રહેવું એ પણ શરીરમાં વિટામિન ડીની ઉણપના સંકેતો હોય શકે છે. સૂર્યપ્રકાશ આપણા મૂડને સારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે તમારા મગજમાં હોર્મોન સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો કરે છે જે તમને ખુશ રાખવામાં મદદ કરે છે.

૪) હાડકાં અને સાંધામાં દુખાવો: વિટામિન ડી એ શરીરમાં કેલ્શિયમના શોષણ માટે જરૂરી હોય છે. જો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય, તો કેલ્શિયમ પૂરતી માત્રામાં ઉપલબ્ધ ન હોય શકે અને તે હાડકાં અને સ્નાયુઓમાં સમસ્યા ઊભી કરી શકે છે. દાંતને સ્વસ્થ અને સારા રાખવા માટે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ પણ ખુબ જરૂરી છે. જો વારંવાર કમર, માંસપેશીઓમાં અને સાંધાઓમાં દુખાવો થતો હોય તો તે શરીરમાં વિટામિન ડીની ઉણપનો સંકેત પણ હોઈ શકે છે.

૫) વાળ ખરવા: વિટામિન ડીની ઉણપથી માથાના વાળ ખરવા લાગે છે. આ પોષક તત્વો વાળના ફોલિકલ્સને વધવા માટે ઉત્તેજિત કરી દે છે. જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હશે, તો તે વાળના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે અને વાળ ખરવાનું કારણ બની શકે છે.

આ વસ્તુઓને તમારા ડાયટ પ્લાનમાં સામેલ કરો: મશરૂમ એ વિટામિન ડીનો સારો સ્ત્રોત માનવામાં છે. ઈંડામાં વિટામિન ડી પણ ભરપૂર માત્રામાં રહેલું હોય છે. ગાયનું દૂધ, સોયા દૂધ, નારંગીનો રસ, આ બધી વસ્તુઓનું સેવન કરવાથી તમને ઘણો લાભ થશે. પનીર, દૂધ, ટોફુ, દહીં, ઈંડા જેવા ડેરી ઉત્પાદનોને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. સનબ્લોક વિના બહાર તડકામાં તમારો સમય વિતાવો જેથી વિટામીન ડી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *