સમાચાર

બનાસકાંઠામાં ચોકાવનારી ઘટના સામે આવી, સતત ચાર દિવસથી ચાર મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યા, આની પાછળનું રહસ્ય…

બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં થોડા દિવસોથી ખૂબ જ ચોંકાવનારી ઘટના બની રહી છે સતત છેલ્લા ત્રણ દિવસથી ચાર લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને આ ઘટના ઉપર બનતા સ્થાનિક લોકોમાં ડર અને ભયનો માહોલ સર્જાયો છે.  સતત ત્રણ દિવસથી બનાસકાંઠાના થરાદ કેનાલ માં આ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. દરરોજ કેનાલમાંથી ધરતી લાશો જોવા મળી રહી છે.

થરાદ કેનાલમાં થી અત્યાર સુધીમાં ટોટલ ચાર દિવસમાં ચાર મૃતદેહો મળી આવ્યા છે તેથી સમગ્ર વિસ્તારમાં ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યો છે કે આ થરાદ કેનાલ છે કે પછી મોતનો કૂવો. આ સમગ્ર ઘટના બન્યા પછી જાણો આ વિશેષ બની ગયું છે કે કેરલ માથી મળી આવેલી લાશ પાછળ કયા કારણો જવાબદાર છે શું આત્મહત્યા આની પાછળ એક મુખ્ય કારણ છે કે પછી કોઈ લૂંટ કે અન્ય કારણ હોઈ શકે છે અને પોલીસ કર્મચારીઓ માટે પણ આ સમગ્ર ઘટના એક ઉખાણા રૂપ બની ગઈ છે. કે હકીકત આની પાછળનું રહસ્ય કે કોણ જવાબદાર છે.

તમને જણાવી દઈએ કે થરાદના ખાનપુર નજીકમાં જ નર્મદા કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ ઘટનાની સ્થાનિક લોકોને જાણ થતાં તરત જ તેણે ફાયર વિભાગને સમગ્ર ઘટનાની જાણ કરીને મૃતદેહ બહાર કાઢવામાં કામગીરી હાથ ધરી હતી. વધુ તપાસ કરતા યુવક વિશે જાણવા મળ્યું હતું કે યુવક વાવના વાવડી ગામનો રહેવાસી છે અને તેનું નામ વિનોદ રાજગોર છે. આ સમગ્ર ઘટના દરમ્યાન પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આની પાછળનું કારણ શું હોઈ શકે.

બે દિવસ પહેલા એટલે કે 16 જૂનના રોજ થરાદની મુખ્ય કેનાલમાંથી એક યુવક અને એક મહિલાની ક્લાસ મળી આવી હતી અને આ બંનેના મૃતદેહ ભાભી ગામની નજીક આવેલી કેનાલમાંથી બંને ને તરતા મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા તરત જ ફાયર વિભાગ ત્યાં પહોંચી ગયો હતો અને યુવક-યુવતીની મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. થરાદ પોલીસ કર્મચારીઓ ને ઘટનાની જાણ થતાં જ મૃતદેહને પોસમોટર્મમા મોકલીને તેના વિશે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.