હેલ્થ

લીલું લસણ આપણા માટે છે અતિ ગુણકારી, આવી બીમારીઓથી મળે છે રાહત

શિયાળાની શરૂઆત થતા જ લોકો ઘરે અવનવી વસ્તુઓ બનાવીને ખાવાનું શરૂ કરી દે છે. ત્યારે શિયાળાની સૌથી ખાસ વાત બજારમાં મળતા વિવિધ શાકભાજી હોય છે. આ શાકભાજીમાંથી એક છે લીલું લસણ. શિયાળામાં લીલું લસણ અને ડુંગળી સૌથી વધુ જોવા મળતી વસ્તુ છે. ખાસ કરીને જો જોવા જઈએ તો લસણનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ લીલા લસણની વાત અલગ જ હોય છે. તો આજે અમે તમને જણાવીએ લીલું લસણ ખાવાથી થતા લાભ વિશે.

બ્લડ સર્કુલેશન : જે લોકોને મગજ સુધી રક્ત સંચાર બરાબર ન થતો હોય. તેમણે લીલું લસણ ખાસ ખાવું જોઈએ. લીલા લસણના સેવનથી બ્લડનું સર્કુલેશન સારી રીતે થાય છે. આર્યનનો સ્રોત : લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયર્નને વધારવામાં ખુબ મદદ કરે છે. લીલા લસણમાં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે તેમાં આયર્ન સંગ્રહિત હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં આયર્નનું પ્રમાણ વધે છે.

કોલેસ્ટ્રોલને વધારવા : લીલા લસણમાં જે પોલીસલ્ફાઈડ નામનું તત્વ હોય છે તે હૃદયની બીમારીથી બચાવે છે. લીલા લસણમાં મેગ્જીનનું ખુબ જ ઉચ્ચ પ્રમાણ હોય છે. આ તત્વ આપણા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને બીજું એ કે તે દિલને સંતુલિત રાખવાનું કામ કરે છે.

બ્લડ શુગર : જો તમને પણ હાઈ બ્લડપ્રેશરની તકલીફ છે તો તમે પણ લીલું લસણ ખાવાની શરૂઆત તરત જ કરી દો. લસણના લીલા પાન ખાવાથી પણ ઘણો લાભ થાય છે. ડાયાબિટિસના દર્દીઓએ ખાસ લીલું લસણ તો ખાવું જ જોઈએ. લસણથી હાઈ બીપીને કાબુમાં રાખી શકાય છે.

શ્વસન તંત્રને મજબૂત : જે લોકોને શ્વાસની બીમારીઓની સમસ્યા હોય તે લોકોને પણ શિયાળામાં લીલું લસણ ખાવું જોઈએ. લીલું લસણ ખાવાથી શરીરને ઘણા બધા લાભ થાય છે અને શ્વસન તંત્ર બરાબર રીતે કામ કરે છે. એન્ટીસેપ્ટિક : લીલા લસણમાં એન્ટીસેપ્ટિક ગુણ પણ હોય છે. જો કોઈ પ્રકારના ઘા શરીરમાં હોય તો તેને સરખા કરવામાં પણ લીલુ લસણ ઘણી મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *