સમાચાર

હવામાન વિભાગે કરી આગાહી રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડ વેવ

ઉત્તરમાં અત્યારે ભારે હિમવર્ષા ને કારણે ગુજરાત રાજ્યમાં ખૂબ જ વધારે પડતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે તારીખ 20 થી 30 તારીખ સુધી માવઠા ની અસર જોવા મળી શકે છે. તથા તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હમણાં ઉત્તરીય ઠંડા પવનના કારણે રાજ્યભરમાં ભારે ઠંડી પડવાની આગાહી થઈ રહી છે. આવનારી 18 ડિસેમ્બર થી રાજ્યના વિવિધ ભાગોમાં ખૂબ જ વધારે પડતી ઠંડી પડવાની શક્યતા થઈ રહી છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો એટલે ક બનાસકાંઠા, મહેસાણા, સમી,હારિજ, અને વિરમગામ, સુરેન્દ્રનગર ના ભાગો માં ખૂબ જ સખત ઠંડી પડી શકે છે.

ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ખૂબ જ વધારે પડતી ઠંડી પડવાની શક્યતા થઈ રહી છે. ગિરનારના ભાગોમાં પણ ખૂબ જ વધારે પડતી ઠંડી પડી શકે છે. મહત્તમ તાપમાન એટલે કે 10 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું થઇ જાય તેવી શક્યતા આવું કરવામાં આવી રહી છે. જે ખૂબ જ ઓછું છે તેમ કહેવું ખોટું નથી. અમદાવાદ-ગાંધીનગરમાં પણ ખુબ જ સારી ઠંડી પડશે. કચ્છ નલીયા માં અત્યાર સુધીનું ખુબ જ ઓછુ તાપમાન એટલે કે ચાર ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

તારીખ 20 થી આવતા પશ્ચિમી વિપક્ષ ના કારણે પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ હતી. અને હિમાલયના ઉત્તરીય પર્વતીય ભાગો એકદમ સફેદ ચાદરની જેમ ખાઈ ગયા છે. જેની અસર છેક ગુજરાત સુધી જોવા મળશે. ગુજરાતમાં તારીખ 20 થી 30 માં માં માં ઘણા બધા ફેરફારો જોવા મળશે. અને માવઠા જેવી સ્થિતિ પણ થઈ શકે છે. આ વખતના વાદળોને કારણે તાપમાન માં ખૂબ જ મોટા ફેરફારો થશે. એટલે કે હવે ઠંડીનો રાઉન્ડ અને વરસાદની ઋતુ પણ જોવા મળી શકે છે. તારીખ 22 થી 30 માં અલગ અલગ પ્રકારના તાપમાનમાં ફેરફાર જોવા મળશે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો દરેક લોકો દ્વારા અનુભવ કરવામાં આવી રહ્યો છે. અને અત્યારે શિયાળમાં અચાનક હવામાનમાં પલટો આવી જવાથી ગરમીની અસર પણ જોવા મળી રહી હતી. આ બેવડી ઋતુનો અનુભવ ગુજરાતના દરેક લોકોએ કર્યો છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધતું હોય છે. ડિસેમ્બર નું એક સપ્તાહ વીતી ગયું હોવા છતાં પણ હજુ જોઈએ તેટલી ઠંડીનો અહેસાસ થયો નહોતો.

હવે આવનારા સમયમાં અસલી શિયાળો શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. પાટણ મહેસાણા બનાસકાંઠા માં તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. અને સાબરકાંઠામાં 12 ડિગ્રી અરવલ્લીમાં તે ડિગ્રી ઠંડી નોંધાઇ હતી દિશામાં વર્ષનું સૌથી નીચું તાપમાન 11.8 ડિગ્રી એ આવી ગયું હતું ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણોથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ હવે વાતવરણ પહેલા જેવું રહ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *