સમાચાર

હવામાન વિભાગે આખા રાજ્યભરમાં કરી આગાહી આ વિસ્તરમાં પડશે હાડ થીજાવતી ઠંડી

આપણા રાજ્યમાં પાંચ દિવસ ખૂબ જ વધારે પડતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ જ વધારે ઠંડી પડશે તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે. અને નલિયામાં અત્યાર સુધીમાં ખુબ જ ઠંડુ વાતાવરણ બન્યું હતું. જે 4 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. અને 19 ડિસેમ્બર થી ઉત્તર ગુજરાતમાં ખૂબ જ વધારે પડતી ઠંડી પડશે. અને રાજ્યમાં તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ઘટશે.

19 અને 20 આ બે તારીખે ગુજરાતમાં ખૂબ જ ઠંડી પડશે. ગયા દિવસોમાં નલિયામાં ચાર ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી ગયું હતું જે ખૂબ જ ઓછું છે તેમ કહેવું ખોટું નથી. તેમ જ રાજ્યમાં આગામી પાંચ દિવસ ખૂબ જ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી નીચે આવશે. તેવું કહેવામાં આવી રહ્યું છે તથા અમદાવાદમાં પણ પારો નીચો આવશે અને 19 અને 20 તારીખે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ઠંડી પડશે તેથી ગુજરાત રાજ્યમાં દરેક લોકોને સાવચેત થઇ જવાની જરૂર છે.

જેમાં નલિયામાં સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો છે. તેમજ મોટા ભાગના શહેરોમાં 14થી નીચે તાપમાન આવી ગયું હતું. અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ખૂબ ઠંડી પડવાની આગાહી છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડી વધવા લાગી છે. સૌરાષ્ટ્રમાં બે દિવસ ઠંડી પડવાની આગાહી છે. તથા અમદાવાદ ગાંધીનગર સહિત 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન જઈ શકે છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં શિયાળા એ પોતાનો અસલી રંગ દેખાડ્યો છે. ધીરે-ધીરે ઠંડી ખૂબ જ વધવા લાગી છે. કચ્છમાં ચાર દિવસથી થરિજાવનારી રાત્રિઓ જઈ રહી છે.

કચ્છના પત્રકમાં ખૂબ જ વધારે પડતી ઠંડી પડવાની આગાહી થઈ રહી છે. કચ્છના નલિયામાં સિઝનની સૌથી વધુ ઠંડી પડતાં લોકો ધ્રૂજી ગયા હતા. અને ત્યાં તાપમાનનો પારો ૪.૬ ડિગ્રી પહોંચી ગયો હતો. જે આ વર્ષમાં અત્યાર સુધીમાં શિયાળાની સિઝનમાં સૌથી નીચું તાપમાન હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. જોકે હજુ કચ્છના પથક માં અતિશય ઠંડી પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, પંથકમાં પણ બે દિવસ ખૂબ જ વધારે પડતી ઠંડી પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. આજે અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના 12 શહેરોનું તાપમાન ડીગ્રી અથવા 14થી નીચું જોઈ શકે છે. અમદાવાદ શહેરમાં બે દિવસથી ઠંડીનું જોર ખૂબ જ વધારે પડતું વધી રહ્યું છે. બુધવારે મોડી સાંજથી શહેરમાં ઠંડી પડતા શહેરનું તાપમાન 13.6 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું આ સિવાય અન્ય શહેરોમાં એટલે કે ગાંધીનગરમાં 12.5 ડીગ્રી તાપમાન વડોદરામાં 16.4 ડિગ્રી અને સુરતનું 16.6 ડિગ્રી તાપમાન થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *