ફોટોગ્રાફરે વિદ્યુત જામવાલના જેકેટની પ્રશંસા કરી, તો અભિનેતાએ ઉદારતા બતાવીને 40 હજાર નુ જેકેટ જ આપી દીધું.
બોલિવૂડ અભિનેતા વિદ્યુત જામવાલની ફિલ્મો ઉપરાંત પ્રેક્ષકો પણ તેમનું અંગત જીવન ખુબ જ પસંદ કરે છે. વિદ્યુત ખૂબ જ આનંદી અને સરળ માણસની જેમ વર્તવા વાળો અભિનેતા છે. તેમના વર્તન મુજબ વિદ્યુત જામવાલે ફરી એકવાર ઉદારતાનો દાખલો દેખાડ્યો છે અને તે ફરી એકવાર પ્રેક્ષકોની વાહ વાહ લઈ રહ્યો છે. જે કોઇ પણ એકટર માટે ગર્વ ની વાત છે.
થોડા દિવસો પહેલા પાપારાઝીએ વિદ્યુત જામવાલનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં વિદ્યુત જામવાલ બાઇક પર બેસીને ક્યાંક જવાની તૈયારી કરી રહ્યો છે. જલદી વિદ્યુત જામવાલ બાઇક પર બેસે છે એક વ્યકિત ત્યાં આવે છે. અને તેના જેકેટની પ્રશંસા કરે છે. વખાણ સાંભળીને વિદ્યુત જામવાલનું દિલ પીગળી જાય છે અને તેના જેકેટને તે માણસને ભેટમાં આપી દે છે. જે ખુબ જ મોટી વાત છે. કેટલાય મહાન મહાન એક્ટરો છે પરંતુ આવું કરનારા ભાગ્યે જ કોઈક જોવા મળતા હોય છે.
ત્યાં આવેલા માણસે વિદ્યુત જામવાલના જેકેટની પ્રશંસા કરી, ત્યારબાદ તેમણે જેકેટ ઉતાર્યું અને તેને આપી દીધું અને કહ્યું કે આ તમારા સારા નસીબ માટે છે. સર્વોત્તમ હું તમને ચાહું છું. વિદ્યુતે તે ચાહકની પ્રશંસા કરતાં કહ્યું કે તમે દરરોજ ખૂબ મહેનત કરો છો અને એમને સાચા દિલ થી ચાહો છો. વિદ્યુત જામવાલની ઉદારતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકો ને ખૂબ પસંદ આવી રહ્યો છે. અને લોકો તેમના આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram
વિદ્યુતની આ ઉદારતાને તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી હતી અને તેણે પોતાના આ એક્ટરની પ્રશંસા પણ કરી હતી. વિદ્યુત જામવાલ દ્વારા તે કે ચાહકોને જે જેકેટ ગિફ્ટ કરવામાં આવ્યું હતું તેની કિંમત આશરે 40000 છે. જે મોટી કિંમત છે. વિદ્યુત જામવાલ બોલિવૂડની દુનિયામાં એક એક્શન હીરો તરીકે જાણીતા છે. વિદ્યુતે તેની ઘણી ફિલ્મોમાં તેની ફિટનેસ અને એક્શનથી પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા છે. વિદ્યુત જામવાલની ફિલ્મોમાં જે પ્રેક્ષકોને પસંદ આવી હતી, તેનાં નામ કમાન્ડો જંગલી ખુદા હાફિઝ બુલેટ રાજા બાદશાહો જેવી ફિલ્મો છે. વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ સનક છે જે ભાવનાત્મક એક્શન થ્રિલર જોવા મળશે.