સમાચાર

ગુજરાતની આ દીકરીએ 25 વર્ષની ઉંમરે DYSP બનીને મેળવી સફળતા

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી કઠોર પરિશ્રમ હોય ત્યાં સફળતા ચોક્કસ પણે મળે જ છે આ વાત યથાર્થ કરી બતાવી છે ગુજરાતના ગામડાની એક દીકરીએ માત્ર 25 વર્ષની ઉંમર પહેલા જ આ દીકરી પોલીસની એક ઉચ્ચ અધિકારી બની છે.

આખરે કેવી રીતે પિતાનું માથું ગર્વથી ઊંચું કર્યું મનીષા દેસાઈ ઉંમર તો હજુ માંડ 25ની થઇ છે ત્યાં જ મનીષા દેસાઈ બની ગયા છે ડીવાયએસપી કહેવાય છે ને કે મોરના ઈંડાને ચીતરવા ના પડે આવો જ કંઇક ઘરમાં માહોલ હતો પિતા બળદેવભાઈ દેસાઈ ખુદ પોલીસ કર્મચારી છે પિતા બળદેવભાઈ દેસાઈ પોતે ખુદ કોન્સ્ટેબલ હતા અને ત્યારબાદ પ્રમોશન પ્રાપ્ત કરી તેઓ પીઆઇ કક્ષા સુધી પહોંચ્યા.

એવું કહેવાય છે ને કે બાપ કરતાં બેટો સવાયો હોય પરંતુ અહીં તો બાપ કરતાં દીકરી  સવાઇ સાબિત થઈ છે પિતા બળદેવભાઈ દેસાઈ પીઆઇ કક્ષા સુધી પહોંચ્યા ત્યારે દીકરીએ તો કારકિર્દીની શરૂઆત જ ડીવાયએસપી તરીકે કરી છે. આખરે કેવી રીતે પૂરી થઈ મનીષા ની મનોકામના ? મનીષા નાનપણથી જ કંઈક અલગ કરવાની ઈચ્છા ધરાવતી હતી.

23 વર્ષની ઉંમરે તો મનીષાએ જીપીએસસીની મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષા પાસ પણ કરી લીધી જી.પી.એસ.સીની પરીક્ષામાં અપાર સફળતા બાદ તે આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે અંજારમાં ફરજ પર લાગી પણ મનિષાની આંખો માં હજુ પણ કંઈક વધુ કરવાના સપના હતા તેમનું નિશાન અને લક્ષ્ય હજુ ઘણું ઉપર હતું તેણે આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી તરીકે નોકરી તો શરૂ કરી દીધી પરંતુ જીપીએસસીની તૈયારીઓ ચાલુ જ રાખી અને ૨૪ વર્ષની ઉંમરે ફરી એક વખત જીપીએસસીની પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી લીધી.

પરંતુ પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનું પદ પણ તેના લક્ષ્યથી નીચુ હતું જેથી મનીષાએ આગળ તેની કામગીરી અને પરીક્ષાની તૈયારીઓ ચાલુ જ રાખી અથાગ મહેનતથી ત્રીજીવાર જીપીએસસી પરીક્ષા આપી અને ૨૫ વર્ષની ઉંમર પહેલા જ મનીષા દેસાઈ ડીવાયએસપી તરીકે નિયુક્ત થયા.

શરૂઆતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ભલે પસંદગી પામ્યા હોય પરંતુ મનીષાનું સપનું પોલીસના ઉચ્ચ અધિકારી તરીકે જ કામગીરી કરવાનું હતું અને મનીષાએ તેમનું આ સ્વપ્ન સાકાર કરી અને ગુજરાતની દરેક દીકરીઓ માટે દૃષ્ટાંત પૂરું પાડ્યું છે કે જો દિલથી ઈચ્છા વ્યક્ત કરવામાં આવે અને અડગ મન સાથે અથાગ મહેનત કરવામાં આવે તો પરિણામો અને લક્ષ્યાંકો ચોક્કસ પણે હાંસલ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *