સમાચાર

અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે આગાહી? આ તારીખે ઠંડી સાથે સાથે માવઠું આવી શકે

તમને જણાવી દઈએ કે પશ્ચિમી વિક્ષોભ આવ્યા બાદ ગુજરાત રાજ્ય માં ઠંડા પવનના લહેરકા જોવા મળી શકે છે. અને ખુબ જ વધારે પ્રમાણમાં ઠંડી અનુભવવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. અંબાલાલ પટેલ એટલે કે મોસમ વિજ્ઞાન ના નિષ્ણાંત તમને ખૂબ જ ઠંડી ની ભવિષ્યવાણી કરી છે. તે સાંભળતા ખેડૂતો માટે ખૂબ જ ખરાબ સમાચાર છે તેવું આપણે કહી શકીએ. અંબાલાલ પટેલે કહ્યું છે કે 16 જાન્યુઆરી 19 જાન્યુઆરી અને ૨૧ જાન્યુઆરી રાજ્યના અમુક ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતી ખેડૂતોને ખેતીમાં નુકસાન થશે તેવી સંભાવના કરવામાં આવી રહી છે. અને અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ફેબ્રુઆરીમાં માવઠુ પડશે તેવી પણ સંભાવના કરવામાં આવી રહી છે. અને તમને જણાવી દઈએ કે વાતાવરણ વિભાગે ઉત્તર ગુજરાતમાં આવનારા બે દિવસો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

આગાહી કરવા ના નિષ્ણાત અને તેની આગાહી હંમેશા સાચી પડતી હોય તેવા અંબાલાલ પટેલે કહ્યું છે કે 13 જાન્યુઆરી સુધી ખૂબ જ ઠંડી પડશે. જણાવી દઈએ કે અમદાવાદ સિવાય ગાંધીનગર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ જોવા મળશે અને અમુક જિલ્લામાં ઓછામાં ઓછું તાપમાન ડિગ્રી સુધી ઘટવાની સંભાવના પણ કરવામાં આવી રહી છે. ગઈ રાત્રે અમદાવાદ સહિત રાજ્યના અલગ-અલગ શહેરોમાં ઓછામાં ઓછુ તાપમાન ૧૦ ડિગ્રી નીચે પણ આવી ગયું હતું.

જે ખૂબ જ મોટી વાત છે. તેમ કહેવું ખોટું નથી. તમને જણાવી દઈએ કે નડિયાદમાં 6.8 ડિગ્રી તાપમાન ની સાથે ગાંધીનગરમાં ઓછામાં ઓછુ તાપમાન અને અમદાવાદમાં ૯. ૮ ડિગ્રી તાપમાન સુધી પહોંચી ગયું હતું. જે પરથી કહો શકીએ કે ત્યાં ખુબ જ વધારે પ્રમાણમાં ઠંડી પડી હશે. તમને જણાવી દઈએ કે મોસમ વિભાગે કહ્યું છે કે અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણમાં સોમવાર અને મંગળવારે ખૂબ જ ઠંડી વધારે હશે.

આ સિવાય ગાંધીનગર, અમદાવાદ, અમરેલી, વડોદરા, જુનાગઢ ,પાટણ અને પોરબંદરમાં પણ રવિવારે રાત્રે ઓછામાં ઓછુ તાપમાન ૧૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જે ખૂબ જ નીચે આવી ગયું છે. તેમ કહેવું ખોટું નથી. અને આ ઉપરાંત મોસમ વિભાગે કહ્યું છે કે આવનારા બે દિવસ દરમ્યાન કચ્છ, અમદાવાદ,-ગાંધીનગર, બનાસકાંઠા,-પાટણમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઠંડી જોવા મળશે. અને તેના કારણે બધાને જ યલો એલર્ટ રહેવું પડશે. અને તમને જણાવી દઈએ કે મૌસમ વિભાગે કહ્યું છે કે બુધવારથી ઠંડી ઓછી થવાની ઓછી શરૂ થશે. અને તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે જેનાથી દરેક લોકોને ઠંડીમાં થોડી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *