કીર્તિ પટેલે તો બધી જ હદ વટાવી, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કર્યો મોટો ઘટસ્ફોટ, ફરી એકવાર ચર્ચામાં

વિવાદમાં આવેલી ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં છે. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી અને એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અને તપાસ શરુ કરી છે.

આ વિશે મળતી વિગતો મુજબ, સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ નામની યુવતી સામે અગાઉ સુરત અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચુકેલો છે. ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. બે મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખી અને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશીયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં પણ એક મહિલાએ ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી અને કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં પણ આવતી હતી.

જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો અંતર્ગત ગુનો દાખલ કરી અને બંને આરોપીઓની ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી લીધી છે. મહત્વનું છે કે અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષોએ સમાધાન કરી લીધું હોવાની ચર્ચા હતી ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈ અને મહિલાને હેરાન કરવામાં આવતા હાલ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published.