સમાચાર

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલથી તો પોલીસ પણ પરેશાન થઇ ગઈ, વસ્ત્રાપુરમાં ધરપકડ, ખોટા કેસનું રટણ

વિવાદાસ્પદ ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસે આ મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. છેડતીના આરોપમાં કૃતિની પણ ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, વસ્ત્રાપુર પોલીસે અગાઉની મારપીટ અને સોશિયલ મીડિયા પર એક યુવતીને અશ્લીલ મેસેજ કરીને તેને વાયરલ કરવાનાં બનાવ હેઠળ ધમકી તેમજ છેડતી માટે તેના પર કલમ લાગુ કરીને તેની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત, અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કિર્તી પટેલ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે આજે તેની ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુરની એક યુવતીને ધમકી આપવા અને બે મહિના પહેલા સેટેલાઇટ વિસ્તારમાં થયેલા હુમલાનો બદલો લેવા અશ્લીલ મેસેજ અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ ગુનો નોંધ્યો હતો.

અગાઉ એક મહિલાએ પણ કર્ણાવતી ક્લબ સામે મારામારીમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ફરિયાદીને કિર્તી પટેલ દ્વારા બદલો લેવા માટે તેને ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. સેટેલાઇટના ગુનાને પતાવા માટે ફરિયાદી મહિલાને કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતા હતા.

આથી મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે સેટેલાઈટ પર અગાઉ નોંધાયેલા ગુનામાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાની વાત ચાલી રહી છે ત્યારે સમાધાન બાદ પણ મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવતાં પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.