સાસરીયેથી કંટાળીને 2 વર્ષની બાળકી સાથે રીસામણે આવેલી મહિલા અચાનક જ ગાયબ થઈ ગઈ, શોધવામાં આકાશ પાતાળ એક કરી નાખ્યું અને છેલ્લે બન્યું એવું કે…
જ્યારે કોઈ માણસની સહનશક્તિ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તેને જીવનની અંદર આગળ શું કરવું અને શું ન કરવું તેની પણ ઘણી બધી વાર ખબર રહેતી નથી અને ઉતાવળમાં તેઓ એવું પગલું ભરી લે છે કે, જેના કારણે સમગ્ર પરિવાર બરબાદ થઈ જવા પામતો હોય છે. અત્યારે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના ખીલજીપુર ગામમાંથી એક હચમચાવી દેતી ઘટના બની છે..
આ ગામમાં 25 વર્ષની ભાવના નામની એક મહિલા તેની બે વર્ષની આરાધ્યા નામની દીકરીને સાથે લઈને ઘર મૂકીને ભાગી ગઈ છે. 25 વર્ષની ભાવનાના લગ્ન ચાર વર્ષ પહેલા ઈશ્વર ચંદ્ર નામના યુવક સાથે થયા હતા. એ વખતે સુખી લગ્ન જીવન દરમિયાન તેણે એક દીકરીને જન્મ પણ આપ્યો હતો..
જે આજે બે વર્ષની થઈ ચૂકી છે, પરંતુ આ દીકરીને જન્મ આપવાની સાથે જ તેના સાસરિયાના લોકો તેને ખૂબ જ હેરાન પરેશાન કરવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા કે, તું એક દીકરાને જન્મ આપી શકતી નથી. તને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી તો બીજી બાજુ તેનો પતિ ઈશ્વરચંદ્ર પણ તેને હેરાનગતિ પહોંચાડીને તેને ઢોર માર મારતો હતો..
એક દિવસ આ તમામ માયાજાળથી કંટાળી જઈને 25 વર્ષની ભાવના તેની બે વર્ષની દીકરીને સાથે લઈને પોતાને રહેવા માટે આવી પહોંચી હતી તેના પિતાએ તેની દીકરીને આશરો આપ્યો અને તેની મુશ્કેલીને દૂર કરવા માટે કરીએ મથામણો પણ કરી પરંતુ તેના સાસરીયા ના લોકો કોઈ વાતને સમજવા માટે તૈયાર હતા નહીં..
ભાવનાના માતા પિતા બજારમાં શાકભાજી વેચવાનું કામકાજ કરે છે અને પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. એક દિવસ તેઓ સાંજના સમયે બજારમાંથી શાકભાજી વેચીને ઘરે પરત આવ્યા ત્યારે તેમણે જોયું તો તેમની 25 વર્ષની દીકરી ભાવના અને ભાવનાની બે વર્ષની ભાણકી આરાધ્યા બંને ઘરે હાજર હતા નહીં..
આ બંને ઘર મૂકીને ચાલ્યા ગયા હતા, આ ઉપરાંત ભાવનાના કપડાનો થેલો પણ ઘરે હાજર ન રહેતા ભાવનાના માતા પિતાને લાગ્યું કે, કદાચ તે તેના સાસરે ચાલી ગઈ હશે. પરંતુ સાસરે જ્યારે જાણકારી પહોચાડવામાં આવી ત્યારે સાસરીયાના લોકોએ કહ્યું કે ભાવના અહીં આવી નથી..
આ ઉપરાંત ભાવનાના આસપાસના અન્ય વ્યક્તિઓ તેમ જ સ્નેહીજનો ઉપરાંત તેની સહેલીઓને પણ જાણકારી પહોંચાડવામાં આવી પરંતુ કોઈ પણ વ્યક્તિએ ભાવનાનો અતો પતો હોવાનું જણાવ્યું નહીં, એટલા માટે ભાવનાના મા-બાપ ખૂબ જ ચિંતાતુર બની ગયા હતા. અને તેઓ તરત જ ખીલજીપૂરો પોલીસ સ્ટેશન પાસે પહોંચી અને ત્યાં ફરિયાદ નોંધાવી દીધી કે તેમની દીકરી ઘરેથી ગાયબ થઈ ચૂકી છે..
ભાવના ના મા બાપે જણાવ્યું કે, જ્યારથી ભાવના રિસામણે રહેવા માટે આવી ગઈ છે. ત્યારે પણ તેનો પતિ ઈશ્વરચંદ્ર તેને હેરાનગતિ પહોંચાડવા માટે અહીં આવી પહોંચતો હતો. સાસરીયે તો તેમના દીકરીને સુખેથી જિંદગી જીવવા દીધી નહીં, પરંતુ જ્યારે તેમની દીકરી તેના પિયરમાં રહેવા માટે આવી ગઈ તો ત્યાં પણ તેના પતિની હેરાનગતિ શરૂ જ રહેતી હતી..
કદાચ આ કારણે જ તેમની દીકરીએ ઘર મૂકી દીધું છે. પોલીસે ફરિયાદ નોંધ છે એને ભાવનાની શોધખોળ શરૂ કરી છે. તો બીજી બાજુ ભાવના ના માતાએ જણાવ્યું કે તેમને તેમના જમાઈ તેમજ તેમના વેવાઈ અને વેવાણ ઉપર શંકા છે કે, તેમણે જો ભાવનાને ગુમ કરી નાખી છે.