સમાચાર

ખેડૂતો માટે સારા સમાચાર! પહેલીવાર ટીટોડીએ એકસાથે 6 ઈંડા મૂક્યા, જાણકારોનું કહેવું છે કે હવે ચોમાસું 2-3 મહિના નહિ પણ…

સુરત શહેરના ઓલપાડમાં ટીટોડીએ એકસાથે ૬ ઈંડા મૂક્યા છે. આવું પહેલીવાર બન્યુ છે કે, ટીટોડીએ એકસાથે ૬ ઈંડા મૂક્યા છે. જો ટીટોડી ૨-૪ કે ૫ ઈંડા મૂકે તો અલગ અલગ માન્યતા હોય છે, પરંતુ પહેલીવાર તેના ૬ ઈંડા જોવા મળતા લોકો સમજી શક્તા નથી. ઓલપાડ વિસ્તારના અસનાદ ગામે ટીટોડીએ એક ખેતરમાં ઈંડા મૂક્યા છે. નિલેશ પટેલ નામના એક ખેડૂતના ખેતરમાં ટીટોડીના એકસાથે ૬ ઈંડા જોવા મળ્યાં છે.

લોકવાયકા મુજબ ટીટોડી જો ૨ ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ આવે છે. ટીટોડી જો ૪ ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસુ જતું હોય છે. અને જો ૫ ઈંડા મૂકે તો અતિવૃષ્ટિનું અનુમાન માનવામાં આવે છે. પરંતુ ટીટોડી દ્વારા ૬ ઈંડા મુકવાની પ્રથમ ઘટના સામે આવતા એક કુતૂહલ સર્જાય ગયું છે.

જાણકારોનું એવું કહે છે કે, ટીટોડીના એક ઈંડાના આધારે એક મહિનો વરસાદ સારો જશે એવુ માનવામાં આવે છે. ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સારુ ચોમાસું રહેતું હોય છે. ચાર ઈંડા એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું સારુ જતું હોય છે. પરંતુ જો ૬ ઈંડા મૂકે તો ૬ મહિના સુધી ચોમાસું લંબાય તેવુ માનવામાં આવે છે. એટલે કે ટીટોડીના ૬ ઈંડા સારો સંકેત માનવામાં આવે છે.

દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર એવા છે કે, આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા રહેલી છે. ૨૭ મે સુધીમાં કેરળમાં ચોમાસાનું આગમન થઈ જશે. દર વર્ષ કરતા એક અઠવાડિયું વહેલું ચોમાસાનું આગમન થઈ જશે. સામાન્ય રીતે ૧ જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થતું હોય છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દીધી છે. ૧૪ થી ૧૬ મે દરમિયાન દ્વીપસમૂહમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આ સાથે જ ૧૫ અને ૧૬ મેના રોજ દક્ષિણ અંદામાન સમુદ્રમાં પવનની ઝડપ ૪૦ થી ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના રહેલી છે.

Leave a Reply

Your email address will not be published.