સમાચાર

જો તમારે પણ તમારી ગાડીમાં મનગમતો નંબર જોતો હોય તો સરકાર આપી રહી છે મોકો, જાણો માહિતી

ગાંધીનગર એ આર ટી ઓ કચેરીમાં ટુ વ્હીલર વાહનો માટે નવી સીરીઝ GJ-18-DNના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશન પ્રોસેસ આગામી તા.૧ જાન્યુઆરી-૨૦૨૨થી શરૂ થવા જઇ રહી છે. ઈ ઓક્શનની પ્રક્રિયામાં ઓનલાઈન અરજી તારીખ 1 થી 3 જાન્યુઆરી 2022 સુધી કરી શકાશે. તેની ખાતરી લેવી, ઈ-ઓક્શનની પ્રક્રિયામાં તા. 4 અને 5 જાન્યુઆરી 2022ના રાત્રિ સમય 12 કલાક સુધી બિડિંગ કરી શકાશે. જેની બિડિંગ પહેલા માહીતી હોવી આવશ્યક છે.

આ વેબસાઇટ પર માહિતી મળશે. આ ઈ ઓક્શનમાં ભાગ લેવા ઈચ્છુક અરજદારો વધુ માહિતી વેબસાઈટ www.parivahan.gov.in પરથી મેળવી શકસો. અરજદારોએ હરાજીઇ બિડિંગ પ્રક્રિયા દરમિયાન વખતો વખત રૂપિયા 1,000ના ગુણાંકમાં વધારો કરવાનો રહેશે. ટુ તથા ફોર વ્હીલર માટે સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે અરજદારોએ જરૂરી બેઇઝ પ્રાઈઝ ચૂકવવાની રહેશે.

હરાજીમાં કઈ કામ ન લાગેલા અરજદારોને નાણા પરત કરાશે. આ હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારોએ બાકીના નાણા પાંચ દિવસમાં આપવાના રહેશે. હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને નાણાંની પરત ચુકવણી અરજદારોએ જે મોડથી ચૂકવણું કર્યું હશે તે જ મોડથી કરવામાં આવશે. તેમ સહાય પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

કેટેગરી પ્રમાણે તેમની કિંમત નક્કી કરવામાં આવે છે. ફોર વ્હીલર અને ટુ વ્હીલર પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવે છે. બાઇકની હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ માટે લગભગ 400 રૂપિયા અને ફોર વ્હીલર માટે વધુમાં વધુ 1100 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ, કલર-કોડેડ સ્ટીકર માટે 140-150 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે હોમ ડિલિવરી કરવા માંગો છો, તો તેના માટે અલગથી ફી લેવામાં આવશે.

દ્વિચક્રી વાહનો (બાઈક-સ્કૂટર) માટે ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ જરૂરી છે. હા, સરકારે ફોર વ્હીલર અને ટુ વ્હીલર બંને પર હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાત બનાવી છે. પરંતુ કલર કોડેડ સ્ટીકર ટુ-વ્હીલરમાં ઉપલબ્ધ રહેશે નહીં. જેનાથી બાઇક ચોરીના બનાવો અટકશે.

ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ અને કલર કોડેડ સ્ટીકરો ક્યાંથી મળશે. ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ ઇન્સ્ટોલ કરવા માટે તમે ડીલરનો સંપર્ક કરી શકો છો અથવા ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે bookmyhsrp.com/index.aspx પર જાઓ, જ્યાં તમે ખાનગી વાહન અને કોમર્શિયલ વાહનના બે વિકલ્પો જોશો. પ્રાઇવેટ વ્હીકલ ટેબ પર ક્લિક કરવાથી તમારે પેટ્રોલ, ડીઝલ, ઇલેક્ટ્રિક, CNG અને CNG + પેટ્રોલનો વિકલ્પ પસંદ કરવો પડશે.

આ સિવાય તમે (https://www.siam.in/) પર જઈને હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ્સ અને કલર કોડેડ સ્ટીકર પણ બુક કરી શકો છો. વધુ વિગતો માટે તમે (011 47103010) અને મેઇલ (hsrpquery@siam.in) પર કૉલ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *