શરદીથી નાના દીકરાને બચાવવા પિતાએ રૂમમાં ધુમાડો કરતાં સુઈ રહેલું પરિવાર સવારે એવી હાલતમાં મળી આવ્યું કે, જોતા જ સૌ કોઈ હચમચી ગયા..!!

અચાનક બનતા એવા ગંભીર ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. માતા પિતા તેમના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યા હોય છે પરંતુ હાલમાં એવી કરુણ ઘટના સામે આવી હતી કે જેને કારણે બાળક પરિવારથી દૂર થયું હતું. આ ઘટના વારાણસીના દરેખુન ગામમાં રહેતા પરિવાર સાથે બની હતી. પરિવાર જોનપુરના ચંદવાકનો રહેવાસી છે.

પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો રહે છે. પરિવારમાં રહેતા પતિનું નામ રાહુલકુમાર અને તેમની પત્નીનું નામ રીન્કુબેન છે. રાહુલ કુમાર પીક અપ ડ્રાઇવર છે. રાહુલ કુમાર અને રીન્કુબેનને બે બાળકો છે. તેઓ ભાડાની રૂમ રાખીને રહેતા હતા. દરેક ગામમાં ઘણા સમયથી તેઓ રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

રાહુલ કુમાર ડ્રાઇવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાહુલ કુમારના એક બાળકની ઉંમર 5 વર્ષની છે. તેનું નામ અનુજ છે અને બીજો દીકરો નિષાદ જે ઉંમરમાં નાનો છે. નિષાદ 2 વર્ષનો હતો.નિષાદને ખૂબ જ શરદી થઈ ગઈ હતી. જેના કારણે રાહુલ અને તેમની પત્ની ખૂબ જ ચિંતામાં હતા. દીકરો શરદીને કારણે ખૂબ જ દુઃખી થઈ રહ્યો હતો.

જેના કારણે રાહુલ તેમના દીકરાની આ હાલત જોઈ શકતા ન હતા. રાહુલ અને તેની પત્ની નિષાદને દવાખાને પણ લઈ ગયા હતા પરંતુ તેની શરદીની દવા આપવામાં આવી હતી. નિષાદ નાનો હતો જેના કારણે એક દિવસ સાંજે સૂતા સમયે રાહુલે વિચાર્યું કે ખૂબ જ ઠંડી છે અને નિષાદને પણ શરદી થઈ ગઈ છે જેના કારણે ઘરમાં સગડીમાં સળગાવીને તાપ કર્યો હતો.

કારણ કે રૂમ ગરમ રહે અને તેમનો નાનો દીકરો શાંતિથી સૂઈ શકે. નિષાદની શરદી મટતી ન હતી. જેના કારણે તે બંને પતિ પત્નીએ વિચાર્યું કે દીકરાને સવારે ડોક્ટરને ફરી બતાવશે. જેના કારણે રાત દરમ્યાન તેઓએ ઠંડીથી બચવા માટે રૂમમાં સ્ટવ સળગાવ્યો હતો અને સગડીમાં તાપ ચાલુ હતો અને પરિવારના લોકો ઊંઘી ગયા હતા.

સવાર થતા પાડોશીના લોકોએ જોયું તો રાહુલભાઈના ઘરેથી કોઈપણ બહાર આવી રહ્યુ ન હતું અને ઘરનો દરવાજો પણ ઘણા મળે સુધી બંધ હતો, જેના કારણે પાડોશીના લોકોને શંકા ગઈ હતી. પાડોશીના લોકોએ પરિવારના લોકો રાહુલ કુમારના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ રાહુલકુમારએ દરવાજો ખોલ્યો નહીં.

જેના કારણે પાડોશીના લોકોએ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને રાહુલ કુમારના ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશી હતી. ત્યારે પોલીસ અને પાડોશીના લોકોએ જોયું તો ઘરમાં ખૂબ જ ધુમાડો ભરાયેલો હતો અને પરિવારના સભ્યો બેભાન અવસ્થામાં પડ્યા હતા.

જેના કારણે તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને પરિવારના લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવારમાં લઈ જતા રાહુલ કુમારના બે વર્ષના દીકરો નિષાદનું મૃત્યુ થઈ ગયું હતું અને રાહુલકુમાર તેમજ તેમની પત્ની અને પાંચ વર્ષનો દીકરો અનુજ ની સારવાર ચાલી રહી છે. રાહુલ કુમારના મકાન માલિકે જણાવ્યું હતું.

કે તેમનો નાનો દીકરો બીમાર હોવાને કારણે ઠંડીથી બચવા માટે તે લોકોએ ઘરમાં સગડીમાં તાપનું કર્યું હતું અને તાપ ઘરમાં જ બંધ રહેતા દીકરાનો શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થઈ ગયું છે અને તેમના પરિવારના બીજા લોકોની પણ હાલત નાજુક છે. જેના કારણે પરિવારના લોકોને સારવાર ચાલી રહી હતી. આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *