ટ્રક અને કાર વચ્ચે થયો એવો મોટો ધડાકો કે એક જ પરિવારના ચાર સભ્યોના કમકમાટી ભર્યા મોત, પરિવારમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો…
ચાલતા દિવસોમાં અકસ્માતના કેસ ખૂબ જ વધી રહ્યા છે જેમાં ક્યારેક કાર ચલાવનારની ભૂલને કારણે ગંભીર અકસ્માત સર્જાતો હોય છે તો ક્યારેક બીજાની ભૂલને કારણે ગમખવાર અકસ્માતમાં જીવ ચાલ્યા જતા હોય છે, ત્યારે આવો જ એક કેસ ભાવનગરના વલભીપુર નજીક ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો છે.
ટ્રક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા ચાર લોકોના કમકમિટીભર્યા મૃત્યુ થયા છે, ભાવનગરના વલભીપુર તાલુકાના ઉમરાળા રોડ ઉપર લક્ષ્મી પેટ્રોલ પંપ ની સામે ડમ્પર ટ્રક અને કાર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં કારની અંદર સવાર થયેલા ત્રણ લોકો નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે એક યુવક ગંભી રીતે ઘાયલ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ઉમરાળા રોડ પર લક્ષ્મી પેટ્રોલ પંપ ની સામે આ જોરદાર અકસ્માતમાં એક જ પરિવારના માતા પિતા સહિત પુત્રનો ઘટના સ્થળે જ કમ કમિટીભર્યા મૃત્યુ થયા હતા જ્યારે એક જ પરિવારના સભ્યો નું મૃત્યુ થઈ જતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ રહ્યો છે. કાલ સવાર પરિવાર લાઠી ગામના નજીક જરખીયા ગામના આહીર સમાજના ભુવા પરિવારના છે.
જેમાં મૃત્યુ પામનાર લોકોના નામ જીલુભાઈ ભુવા જે પોતે 38 વર્ષીય છે જ્યારે પત્ની ગીતાબેન જીલુભાઈ ભુવા 36 વર્ષે અને શિવમ જીલુભાઈ ભુવા 15 વર્ષી અજય ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મોત થયા હતા બીજી બાજુ મૃતક જીલુભાઈનો ભત્રીજો શુભમ સામતભાઈ ભુવાને ગંભીર હાલતમાં તાત્કાલિક ધોરણે સર્ટી હોસ્પિટલ ખાતે સારો તે લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા આહિર પરિવારના સ્વજનો તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવારમાં જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.