સાવધાન ચેતવણી સમાન કિસ્સો!! બે વર્ષના બાળકને એકલા જોઇને ત્રણ કુતરાએ કર્યો હુમલો, સારવાર મળે તે પહેલા જ માસુમ બાળકનું મૃત્યુ…

રાજ્યમાં રખડતા ઢોરોનું ત્રાસ ખૂબ જ વધ્યો છે રખડતા ઢોરોને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. આવો જ એક કિસ્સો હાલ અત્યારે સામે આવ્યો છે માણાવદરના પંથક માંથી જ્યાં બે વર્ષના બાળકને ત્રણ કૂતરા એ ફાડી ખાધો હતો. તો ચાલો જાણીએ શું છે આખી ઘટના….

જૂનાગઢડા માણાવદર પંથકમાં બે વર્ષના માસુમ બાળકને ફાડી ખાધા ની ઘટના બની છે છોટાઉદેપુર જિલ્લાના નાના વાટા ગામનો એક ખેડૂત પરિવાર મજૂરી કામ કરવા માટે જૂનાગઢના માણાવદરમાં આવ્યા હતા અને ત્યાં પરિવારમાં આ દુર્ઘટના સર્જાતા શોકનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ જગદીશ રાઠવાના બે વર્ષના રવીન્દ્ર નામનો માસુમ બાળક જે પોતાના ઘરમાં એકલો રમી રહ્યો હતો.

અને આ જ દરમિયાન ત્રણ કુતરા તેની આસપાસ પહોંચી ગયા હતા અને જોતામાં જ માસુમ બાળકને કુતરાઓએ ફાડીને ખાધો હતો કુતરાના અવાજને કારણે પરિવારના લોકો બહાર આવ્યા અને જોયું તો આ સમગ્ર ઘટના બની હતી તાત્કાલિક ધોરણે પરિવારના સભ્યોએ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા પરંતુ આ માસુમ બાળકને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ ભેટી ગયું.

આ ઘટના બન્યા બાદ ગામના લોકો તંત્ર પ્રત્યે ખૂબ જ રોષ ઠાળવ્યો હતો. ત્રણ કુતરાઓ ભેગા થઈને માસુમ બાળકના માથાના ભાગથી ઇજાગ્રસ્ત કરી દીધો હતો. આ ઘટનાની જાણ કૂતરાઓના અવાજને કારણે પરિવારના સભ્યોને થઈ હતી અને પછી તો આખા ગામમાં આ ઘટનાથી ફેલાઈ ગઈ.

આ પહેલી એવી ઘટના હતી કે કુતરાઓએ માસુમ બાળકને જીવ લીધો હોય અગાઉ પણ રાજકોટમાં આવી જ એક ઘટના સામે આવી હતી જ્યાં ખોડીયારમાં સુતેલો નવ માસનો અબોલ બાળકને કુતરાએ બચકા ભરીને મોત આપ્યું હતું આ સમગ્ર ઘટના ઢેબચડા ગામની હતી. હડકાય કુતરા એ બટાકા ભરતા મોસમ બાળકમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન 9 મહિનાના માસુમ બાળકો મૃત્યુ થયું હતું અને ત્યારે પણ પરિવારજનોએ તંત્ર ઉપર ઘણા મોટા સવાલ ઊભા કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *