ઓટોરીક્ષામાં બેસેલા 7 મુસાફરોને ટ્રક ચાલકે કચડી નાખતા સર્જાયો કાળમુખો અકસ્માત, એકસાથે 7 ના મોતથી લોકોમાં હાહાકાર મચી ગયો..!!

લોકોને પોતાના ઘરેથી બહાર નીકળતા ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલમાં આવા ચોકાવનારા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. લોકો પોતાના પરિવાર સાથે બહાર હરી ફરી રહ્યા હોય છે પરંતુ તેઓએ ક્યારેય વિચાર્યું ન હોય તેવું તેની સાથે બની જાય છે. આવી જ ઘટના હાલમાં સામે આવી છે.

આ ઘટના કટીહાર જિલ્લામાં રસ્તા પરથી પસાર થતા લોકો સાથે ગંભીર બની છે. રાતના સમયે રેલ્વે સ્ટેશનથી મુસાફરો ઓટોરિક્ષામાં પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. જેમાં એક જ પરિવારના 5 વ્યક્તિઓ અને અન્ય 2 મુસાફરો તેમજ ઓટો ડ્રાઇવર સહિત 8 લોકો રીક્ષામાં બેઠેલા હતા. જેમાં એક નાની બાળકી પણ હતી.

આ નાની બાળકીને ઓટોરિક્ષામાં બેઠેલા દરેક લોકો રમાડી રહ્યા હતા અને બાળકી સાથે મસ્તી મજાક કરીને મુસાફરી કરી રહ્યા હતા. ઓટોરિક્ષામાં બેસીને લોકો ખેરીયાથી કટીહાર જંકશન આવી રહ્યા હતા. રેલવે સ્ટેશનથી લગભગ 20 કિલોમીટર પાસે પહોંચતા દિઘરી પેટ્રોલ પંપ પાસે NH 81 ના માર્ગ પર ઓટો જઈ રહી હતી.

તે સમયે એક ટ્રક સામેની તરફથી ખૂબ જ ઝડપી સ્પીડમાં આવી રહ્યો હતો. ટ્રક ચાલક પોતાનો ટ્રક બેદરકારી પૂર્વક ચલાવી રહ્યો હતો અને તે ઝડપી સ્પીડમાં ચલાવીને ઓટોરિક્ષાની સામે આવી રહ્યો હતો. ઓટો ડ્રાઈવરે પોતાની રીક્ષાને સાઈડ પર કરવાની કોશિશ કરી પરંતુ ટ્રક એટલી ઝડપી સ્પીડમાં તેમની પાસે પહોંચી ગયો કે ઓટો રીક્ષાને ટક્કર મારી દીધી હતી.

ટક્કર મારતાની સાથે જ ઓટોરિક્ષા ઉલટી પડી ગઈ હતી અને તેમાં બેઠેલા મુસાફરો ફંગોળાઈ ગયા હતા. જેમાં નાની બાળકી ઓટો રિક્ષામાંથી ઉછળીને બહાર પડી ગઈ હતી અને સાથે બે-ત્રણ મુસાફરો પણ ઓટોરિક્ષામાં અડધા બહાર અને અડધા અંદર તેમ ફસાઈ ગયા હતા. આ અકસ્માત સર્જાતા જ ખૂબ જ ધડાકેદાર અવાજ આવ્યો હતો.

જેના કારણે આસપાસના લોકોને અવાજ સંભળાતા તેઓ તરત જ ઓટોરિક્ષામાં ફસાયેલા લોકોને બચાવવા માટે દોડી ગયા હતા. ઓટોરિક્ષામાં ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો મદદ કરી રહ્યા હતા. તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અને સ્થાનિક લોકોએ ઓટોરિક્ષામાંથી દરેક વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. તે સમયે પોલીસ ઘટના સ્થળે પહોંચીને બેઠેલા ઓટોરિક્ષામાં બેઠેલા દરેક વ્યક્તિઓની ઓળખ કરી હતી. જેમાં અરુણકુમાર ઠાકોર તેમની ઉંમર 50 વર્ષની હતી. ધનંજય ઠાકુર તેમની ઉંમર 32 વર્ષની હતી. ઉર્મિલા દેવી તેમની ઉંમર 45 વર્ષની હતી.

અને તેમની દીકરાની વહુ પલ્લવી કુમારી તેમની ઉંમર 25 વર્ષની હતી. પલ્લવી કુમારીનો દીકરો ગોલુ અને રીક્ષા ડ્રાઇવર પપ્પુ પાસવાન અને સાથે પલ્લવી કુમારની નાની માસુમ દિકરી ઓટોરિક્ષામાં બેઠા હતા. પરિવારના લોકોને હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ તેઓએ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવી દીધા હતા.

એકસાથે 7 વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયા હતા. જેમાં પાંચ લોકો એક જ પરિવારના અને અન્ય બે મુસાફરો હતા. આ દરેક લોકો ખેરીયા ગામથી કઠિયાર જંકશન ઓટોમાં આવી રહ્યા હતા. તે સમયે અકસ્માત સર્જાતા લોકોએ પોતાના એક જ આંખના પલકારે પોતાના જીવ ગુમાવ્યા હતા.

ટ્રક ચાલકની બેદરકારી હોવાને કારણે અકસ્માત સર્જાતા જ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. જેના કારણે પોલીસે ટ્રકની ધરપકડ કરી ટ્રક ચાલકની તપાસ કરી રહી હતી. આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોમાં ખૂબ જ ગુસ્સો જોવા મળ્યો હતો અને તેઓએ ઘટના સ્થળે જ હલ્લો મચાવી દીધો હતો. ગુસ્સે થયેલા લોકોએ રોડ ઉપર ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો.

જેના કારણે પોલીસે દરેક લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા અને આ રસ્તાને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાતા એકસાથે 7 વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા હતા. આવા અકસ્માતો ખૂબ જ સર્જાઇ રહ્યા છે અને પરિવારના લોકો એકસાથે પોતાના જીવ ગુમાવી રહ્યા છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *