હેલ્થ

ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરવાથી શરીરને થાય છે ચમત્કારીક ફાયદા

તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે અને આ છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ છોડ ધાર્મિક મહત્વ ધરાવે છે તેમજ આ છોડમાં ઘણા ઔષધિય ગુણધર્મો પણ છે. જે આ છોડને અન્ય તમામ છોડથી વિશેષ બનાવે છે. માત્ર તુલસીના પાનનું સેવન કરવાથી શરીરને અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે.એટલા માટે ઘણા લોકો તુલસીના પાનનું સેવન કરે છે.જ્યાં કેટલાક લોકો તુલસીના છોડમાંથી સીધા પાંદડા તોડીને પણ ખાય છે. અથવા કેટલાક લોકો ચા માં નાખી ને પીવાનું પસંદ કરે છે.

જો તુલસીના પાન દરરોજ સવારે ખાલી પેટે ખાવામાં આવે તો શરીરમાં તેની ખૂબ જ સારી અસર પડે છે. તેને ખાલી પેટ ખાવાથી શરીરને અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે. બીજી બાજુ, ખાલી પેટ પર આ પાંદડાઓનું નિયમિત સેવન કરવાથી શરીરને અન્ય કયા ફાયદા મળે છે, તે નીચે મુજબ છે.

બ્લડ સુગર લેવલ નોર્મલ કરે છે જો તમને બ્લડ સુગર હોય, તો તમારે સવારે તુલસી ના પાંદડાનું સેવન કરવું જોઈએ. કારણ કે આ પાંદડાઓમાં યુજેનોલ, મિથાઈલ યુજેનોલ અને કેરીઓફિલિન જેવી વસ્તુઓ જોવા મળે છે, જે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ બરાબર રાખે છે અને તેના કારણે ન તો ડાયાબિટીસ છે અને જેમને ડાયાબિટીસ છે તેઓ પણ નિયંત્રણમાં રહે છે.

તણાવ ને દૂર કરે છે તણાવમાં રહેતા લોકો માટે પણ તુલસીના પાન ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને દરરોજ પાંચથી આઠ તુલસીના પાન ખાવાથી તણાવ દૂર થઈ શકે છે. તુલસીના પાંદડા સંબંધિત સંશોધનમાં પણ આ વાત સાચી સાબિત થઈ છે અને સંશોધનમાં જાણવા મળ્યું છે કે તેના પાંદડા ખાવાથી તણાવ પેદા કરતું હોર્મોન કોર્ટિસોલ વધતું નથી અને નિયંત્રણમાં રહે છે, જેથી તણાવની કોઈ સમસ્યા ન રહે.

પથરી ને દૂર કરે છે જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય છે, તેઓ દરરોજ સવારે ખાલી પેટ ઉઠીને તુલસીના પાનનો રસ પીવો જોઈએ અથવા તે રસમાં મધ મિક્સ કરી ને પછી તેનું સેવન કરવું જોઈએ તેનું સેવન કરવાથી કિડનીમાંથી પથરી ખતમ થવા લાગશે. જો કે, જો તમે આ રેસીપી દરરોજ કરો છો, તો જ તમને કિડનીની પથરીમાંથી રાહત મળશે.

માથાનો દુખાવો દૂર કરો જે લોકોને વારંવાર માથામાં દુખાવો રહેતો હોય, તે લોકોએ તુલસીના પાનનું પણ સેવન કરવું જોઈએ. માથાનો દુખાવો સાથે, જો તમને સાઇનસાઇટિસ અથવા કોઈપણ પ્રકારની એલર્જી હોય, તો તે પણ આ પાંદડા ખાવાથી દૂર કરી શકાય છે.

ગળા માં થતો દુઃખાવો દૂર કરે છે જે લોકો ને દરરોજ ગળામાં દુખ્યા કરે છે, તેને દરરોજ સવારે વેહલા ઉઠી ને ખાલી પેટ પર તુલસીના પાનનું સેવન કરવું જોઈએ.જો તમે ઈચ્છો તો આ પાંદડાઓને પાણીમાં ઉકાળી શકો છો અને તે પાણીનું સેવન કરી શકો છો. આ પાણી પીવાથી તમારું ગળું બગડશે નહીં અને જો તમારું ગળું ખરાબ હશે તો તેને થોડીવારમાં ઠીક થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *