ટૂંક સમયમાં જ બજારમાં કચ્છી કેસર કેરી ની ધમધમાટ જોવા મળશે જાણો સામાન્ય માણસ માટે કેવો હશે તેનો ભાવ -જાણો

ફળોના રાજા કેરી અને તેમાં પણ ગીર તાલાલા ની કેરી રસિયા ખૂબ જ હોય છે અને ઉનાળો જ્યારે શરૂ થઈ જાય છે ત્યારે લોકો ફળોના રાજા કેરી નો સ્વાદ માણવા ખૂબ જ તત્પર રહે છે. વલસાડની હાફૂસ કેરી ગીર તાલાલાની કેસર અને કચ્છી કેસર કેરીના રસિયાઓ આપણને ખૂબ જ જોવા મળે છે અને તેઓ ઉનાળાના અંત સુધી સારી ગુણવત્તાની કેરી મળે તેની પણ રાહ જોતા હોય છે. અને ઉનાળો જ્યાં સુધી પતે નહીં અને કેરી મળે નહિ ત્યાં સુધી તેનો સ્વાદ માણતા હોય છે.

ઉનાળો હવે પૂરો થઈ જવા આવ્યો છે અને તેને હવે એક મહિનો પણ બાકી રહ્યો નથી ત્યારે તેવી પરિસ્થિતિમાં કચ્છી કેરી પાકી જતાં વાડીઓમાં તેને ઉતારવાનું કામ શરૂ થઈ ગયું છે તેથી થોડાક જ સમયમાં દરેક કેરી રસિયાઓ માટે બજારમાં કચ્છી કેસર ની એન્ટ્રી જોવા મળશે અને આમ બજારમાં કેરીની આવકમાં ઘટાડો થશે અને તેની સાથે સાથે જ આ વર્ષે પાકમાં પણ ખૂબ જ ઘટાડો થયો છે.

આમ કચ્છના કેસર કેરીના વાવેતર હોવા છતાં પણ ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે અને તેના લીધે જ તેનો ભાવ વધી જતા લોકોને આર્થિક રીતે પણ તેનો બોજો ઉઠાવવો પડશે. આમ કચ્છમાં કેરીના ખેડૂતોનો સમગ્ર ઉનાળા નો ભાગ 10 થી 30 ટકા જેટલો જોવા મળ્યો છે. આમ સમગ્ર ઉનાળાની સિઝનમાં કુલ 20 ટકા પાક ઉતરતા કેરીના ઉત્પાદનમાં પણ ઘણો બધો ઘટાડો થતો જોવા મળ્યો છે બજારમાં કેસર કેરીના ભાવમાં દરેક કેસર રસિયાઓને ખુબ જ ભાવ વધારો જોવા મળશે.

જ્યારે ઉનાળાની શરૂઆત થઈ જાય છે ત્યારે કેરીના રસિયાઓ કેરી ખાવા માટે ખૂબ જ તત્પર થઈ જાય છે અને ફળોનો રાજા કેરી એટલી સ્વાદિષ્ટ હોય છે કે લોકો તેનો સ્વાદ માણવા માટે ખૂબ જ તત્પર રહેતા હોય છે અને તેમાં પણ જો gir તલાલા ની કેસર કેરી મળી જાય અને વલસાડની હાફૂસ તથા કચ્છી કેસર કેરીના રસિયાઓ તો કેરીની રાહ જોતા હોય છે આમ આ વખતે કચ્છમાં ઉનાળો પૂરો થવામાં એક મહિનો જ બાકી રહ્યો છે.

ત્યારે તે કેરી પાકી જતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ શરૂ થઈ ગયું છે જે થોડાક જ સમયમાં હવે બજારમાં આ કેરીઓ મળતી થઈ જશે અને કેરીના રસિયાઓ તેનો સ્વાદ માણી શકશે પરંતુ કેરીનું આ વખતે ખૂબ જ ઓછું વાવેતર થયું હોવાથી માત્ર ૨૦ ટકા જ કેરી બજારમાં જોવા મળતી તેથી કેસર કેરીમાં ભાવમાં પણ ખૂબ જ ધરખમ વધારો જોવા મળશે અને કચ્છી કેસર ની ટૂંક જ સમયમાં ધમધમાટ જોવા મળશે.

કચ્છી કેસર કેરી પોતાના સ્વાદ અને પોતાના એક અલગ જ પ્રકારના આકારના કારણે લોકોને ખૂબ જ પસંદ હોય છે અને તે જગવિખ્યાત પણ છે તેને જીઆઇ ટેગ પણ પ્રાપ્ત થયેલું છે આમ વિશ્વના દરેક ખૂણામાં રહેતા લોકો જ્યારે ઉનાળો શરૂ થાય છે ત્યારે કચ્છી કેસર કેરીની રાહ જોતા જોવા મળે છે પરંતુ આ વર્ષે કચ્છમાં કેસર કેરીનું વાવેતર ન થવાના કારણે ઉત્પાદનમાં પણ ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે. અને કચ્છના ખેડૂતોએ જણાવ્યું છે કે દર વર્ષે એક એકર માં 7 ટન જેટલું ઉત્પાદન થાય છે પરંતુ આ વખતે એકથી ત્રણ ટન જ માલ ઉતર્યો છે, અને 10 થી 30 ટકા જેટલો જ માલ રહ્યો છે તેથી ખેડૂતો પણ ચિંતિત થયા છે અને તેના જ કારણે કચ્છી કેસર કેરીનાં ભાવમાં પણ વધારો જોવા મળશે.

ખેડૂતોએ કેરી ઓછી આવવા પાછળનું કારણ જણાવ્યું છે અને તેમને કહ્યું છે કે વાતાવરણ અલગ અલગ પ્રકારની વિષમતાઓ ધરાવવાના કારણે ખૂબ જ કેરીનો પાક ઓછો થતો જોવા મળ્યો છે, અને તેઓ જણાવે છે કે શરૂઆતમાં વાતાવરણ થોડું સારું હોવાના કારણે વધારે આવ્યો હતો પરંતુ ત્યારબાદ તાપમાન ખૂબ જ વધી જતા પાકને નુકસાન થયું હતું. તેના આધારે જ પાકને ખૂબ જ લૂ લાગી જવાથી અને અઠવાડિયાથી ખૂબ જ ભારે પવન ફૂંકાયો હતો તેના લીધે તેના કારણે જ પાક સમય પહેલા જ ઝાડ પરથી નીચે પડી ગયો હતો. અને તેના આધારે આ વખતે માત્ર દસથી વીસ ટકા જ પાક ઝડપથી ઉતરશે તેવી માહિતી આપી.

કચ્છમાં દર વર્ષે કેસર કેરી ના વાવેતર માં ઘણો બધો વધારો જોવા મળે છે પરંતુ અત્યારની વાત કરીએ તો કેસર કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થતું જોવા મળ્યું છે અને કચ્છના કુલ 10 તાલુકાઓ માંથી 10,600 એક હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યો હતો અને તેમાંથી દર વર્ષે કુલ 1.17 લાખ મેટ્રિક ટન ઉત્પાદન કેરીનું થતું જોવા મળે છે.

પરંતુ આ વખતે તાપમાનમાં વધારો થવાથી અને વાવાઝોડાના કારણે કેરીઓ નો માલ ઝાડ ઉપરથી ખૂબ જ જલ્દી પડી ગયો હતો તેથી સરેરાશ 20 ટકા જેટલો જ માલ ઉતરતા ઉત્પાદનમાં પણ ઘટાડો થતો જોવા મળ્યો છે, તેમ જ બજારમાં પણ કેસર કેરીના ભાવમાં ઘણો બધો વધારો જોવા મળશે તેવું ખેડૂતોએ જણાવ્યું છે. સામાન્ય માણસો આ કેરી મોંઘી થવા ના કારણે ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે અને ઉત્પાદન પણ ઓછું હોવાથી ખેડૂતોને પણ ફટકો પડશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *