સમાચાર

અમદાવાદમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો TV ચેનલ બંધ થઈ જતા પતિએ બાળકને માર્યો, તો પત્નીએ છરી મારીને પતાવી દીધો

અમદાવાદમાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે જેમાં ટીવી ચેનલ બંધ થઈ જતા એક પિતાએ તેના દીકરાને માર માર્યો હતો. જે તેની માતાને પસંદ આવ્યું નહીં અને તે પોતાના દીકરાને બચાવવા જતા તેના પતિ ઉપર ફરીથી હુમલો કરી દીધો હતો જેમાં તેના પતિનું મૃત્યુ થયું હતું. અમદાવાદની સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી લીધો હતો અને આરોપી મહિલાની ધરપકડ કરી હતી.

વિજય સિંહ યાદવ અને તેમની પત્ની દીપમાલા તથા તેમનો એક દીકરો તથા બે દીકરી સાથે અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં આવેલા જય અદિતિ સોસાયટીમાં રહેતા હતા. જેમાં વિજય સિંહ યાદવ ટીવી જોતા હતા ત્યારે ચેનલ અચાનક જ બંધ થઈ ગઈ હતી. આથી વિજયસિંહ તેમના પતિ અને બાળકો પાસે ગયા અને કીધું કે તમે જ ચેનલ બંધ કરી છે. ત્યાંબાદ તેઓ તેમના દસ વર્ષના દીકરાને ફટકારવા લાગ્યા હતા.

દીકરાને છોડાવવા માટે પત્ની વચ્ચે પડી હતી અને આ દરમિયાન તેમની પત્નીના હાથમાં છરી આવતા જ તેમની વિજય સિંહની છાતી પર મારી દીધી હતી. આથી વિજયસિંહ ઘાયલ થયા હતા અને જમીન પર ઢળી પડ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.

વિજય સિંહ યાદવ તેમના પરિવાર સાથે ખુબ જ શાંતિથી જીવતા હતા. તે મૂળ હરિયાણા ના રહેવાસી છે. તે અને તેમની પત્નીના લગ્નના 19 વર્ષ થઇ ગયા હતા. વિજયસિંહ એએમટીએસ બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. જો કોઈ કારણસર છેલ્લા પંદર દિવસથી તેમની નોકરી છૂટી ગઈ હતી અને તેઓ ઘરમાં સાવ બેકાર થઈને બેસી રહેતા હતા. જેને લઇને તેઓ પોતાની પત્ની અને બાળકોને વારંવાર મારજુડ કર્યા કરતા હતા.

આ ઘટનામાં માત્ર ચેનલ બંધ થઈ જવા જેવી સામાન્ય બાબતે એક પત્નીએ ગુસ્સા, ઉશકેરાટમાં આવીને તેના બાળકો ની છત્રછાયા એટલે કે તેમના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા કરવા પાછળ પત્ની ને જેલમાં જવું પડ્યું છે. ત્રણે સંતાનોને માતા પિતાની છત્રછાયા પણ ખોવી દેવી પડી છે. આ મામલે સોલા પોલીસ હજુ વધુ કાર્યવાહી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.