આજનો દિવસ ઉત્તર ગુજરાત સહીત આ વિસ્તારો માટે ખુબ ભારે… વહીવટી તંત્રએ જાહેર કરી હેલ્પ નુબર…

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા છોટાઉદેપુર ના આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આ વિસ્તારોને અત્યારે હાલ ચેતવણી પણ આપી દીધી છે. બે દિવસ વરસાદના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાએ પોતાનો કહેર વરસાવવાનો ચાલુ કરી દીધો છે.

તમને જણાવી દઈએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 58% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જો ગયા વર્ષની સરખામણી કરીએ તો ગયા વર્ષે કરતાં 36 ટકા જેટલો વરસાદ વધુ છે, સમગ્ર રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે 13 એન ડી આર એફ ની ટીમ અને 21 ટીમ એસ બી આર એફ ની પ્લટૂન તહેનાત છે ટોટલ 16 જિલ્લાઓમાં ટીમો અત્યારે નજર રાખી રહી છે.

મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે ત્યારે મહેસાણા જિલ્લાના કલેક્ટર સમગ્ર જિલ્લાના રહેતા લોકો માટે સાવજ રહેવાની પણ અપીલ કરી છે જિલ્લા કલેકટરે તો ડિઝાસ્ટર રાહત કામગીરી માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરી દીધો છે ટોલ ફ્રી નંબર 1077 જાહેર કરવામાં આવ્યો છે જ્યારે 02762 222220/222299 હેલ્પલાઇન નંબર આપી દેવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા ધરોઈ ડેમની વાત કરવામાં આવે તો ત્યાં પાણી આવકમાં વધારો થયો છે તેમની હાલ જળ સપાટી 596.65 ફુટ થઈ ગઈ છે. આ ડેમની ભાઈ જનક સપાટી 622 ફૂટ છે. ધરોઈ ડેમમાં ઉપરવાસ વરસાદનું પાણીની આવક 8888 ક્યુસેક નોંધાયું છે. અને તેના કારણે ધરોઈ ડેમની સપાટીમાં પાણીના જથ્થા 28.77 થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *