બ્રિટનના પીએમ બોરિસ જોનસન ભારતના પ્રવાસે, સ્વામીનારાયણ મંદિરમાં કર્યો અભિષેક

બ્રિટનના પીએમ બોરિસ જોનસન આજથી ભારતના પ્રવાસે આવ્યા છે. તેમના ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી હતી. તેઓ અમદાવાદ શહેરમાં પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ એરપોર્ટ પર પહોંચી અને તેમનું સ્વાગત પણ કર્યું હતું. એરપોર્ટથી તેઓ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રિજન્સીમાં ગયા હતા.

આ બાદ તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાતે ગયા હતા. જ્યાં, તેમણે રેંટિયો પણ કાંત્યો હતો. બાદમાં તેમણે વિઝિટર્સ બુકમાં બોરિસ જ્હોનસને સંદેશો પણ લખેલો હતો. જહોનસને એવું લખ્યું કે એક અસાધારણ વ્યક્તિના આશ્રમમાં આવવું એ મારા માટે ખુબ મોટું સૌભાગ્ય… દુનિયામાં પરિવર્તન લાવવા માટે તેમણે કેવી રીતે સત્ય અને અહિંસાના સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો હતો, તે અહીં જાણવા મળ્યું હતું…

યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અદાણી શાંતિગ્રામમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પણ મળ્યા હતા. જ્યાં, અદાણી શાંતિગ્રામ પરંપરાગત રીતે જ્હોસનનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જ્યારે, ગૌતમ અદાણી સાથે બ્રિટિશ પીએમએ ઠંડાપીણાની પણ મજા માણી હતી. આ મુલાકાતમાં બંને વચ્ચે બ્રિટનમાં અદાણી ગ્રુપના સંભવિત રોકાણ અંગે ચર્ચા થયાની પન સંભાવના રહેલી છે.

આ મુલાકાત બાદ તે બોરિસ જ્હોનસન હાલોલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં, તેમણે જેસીબીના આખા પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીની પણ મુલાકાત લીધી હતી. બોરિસ જ્હોન્સનું સંતોએ સાફો પહેરાવી અને સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ ત્યાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.