વરસાદની મોટી આગાહી પહેલા જ ઉકાઈ ડેમના 6 ગેટ ખોલાયા, નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું…

હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે વરસાદના લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત બીજા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે ત્યારે ઉપર વારસમાં પડેલા વરસાદને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવા દોરી સમાન એવા ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમની રૂલ સપાટી અને પાર ચાલી ગઈ હતી અને તેને જોતા અધિકારીઓ દ્વારા ગઈકાલે રાત્રે 8:00 વાગે ઉકાઈ ડેમના છ ગેટ ખોલવામાં આવ્યા હતા.

જેના કારણે વેચાણ વાળા વિસ્તારોમાં આવે ત્યારે પણ આપી દેવામાં આવ્યું છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સહિત તાપી જિલ્લામાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમની જળ સપાટીમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને તેના કારણે ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ડેમની સપાટી 333.05 ફૂટ પર પહોંચી જતા રુલ લેવલ જાળવવા ઉકાઈ ડેમના 22 દરવાજામાંથી છ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા.

ચાર ફૂટ દરવાજા ખુલતા તાપી નદીમાં ૬૦ હજાર ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી ગઈકાલે રાત્રે છોડવામાં આવ્યું હતું. જેના કારણે તાપી નદી માં પાણીની આવક થતા વેચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ પણ આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દે એ તો હવામાન વિભાગ આગામી સમય માટે વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી વલસાડ સુરત અરવલ્લી મહીસાગર ડાંગ જે વિસ્તારમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.

20 જુલાઈ થી વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થઈ જશે તેવું હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ નું પણ કેવું છે જ્યારે 22 જુલાઈથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક રીતે વરસાદનું જોર વધી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે હવામાન વિભાગ એ અમદાવાદમાં પણ મધ્યમથી લઈને સારો એવો વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. તમને જણાવી દઈએ તો આ સીઝનનો ૫૬ ટકા જેટલો વરસાદ હાલ વરસી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published.