ઉનાળો જતાં જતાં પણ લોકોને આપશે તકલીફ, હવામાન વિભાગે કરી આ મોટી આગાહી -જાણો
લોકો કહી રહ્યા છે કે હવે ઉનાળો જવા આવી રહ્યો છે અને ચોમાસાની શરૂઆત થઈ રહી છે પરંતુ હવામાન વિભાગે એક અલગ જ પ્રકાર ની આગાહી કરી છે અને તેમને જણાવ્યું છે કે ગુજરાતમાં આજથી પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમ જ હવામાન વિભાગે જણાવ્યું છે કે જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું અને તાપમાનનો પારો પણ 43 ડિગ્રીની ઉપર જઈ શકે છે તેવી આગાહી કરી છે અને ત્યાર પછી જ ગરમીથી થોડી રાહત મળશે તેવું જણાવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે 3 જૂન પછી ગરમીમાં થોડી રાહત મળી શકે છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે ગરમીમાંથી થોડી રાહત મળશે અને વરસાદના પણ એંધાણ જોવા મળી રહ્યા હતા તેવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે એક નવી જ આગાહી કરી છે અને તેમાં તેમને જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસુ તો સારું જ રહેશે પરંતુ તેની પહેલાં દરેક લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે અને તેના આધારે આજથી ગુજરાતમાં પાંચ દિવસ ભયંકર ગરમી રહેવાની આગાહી કરવામાં આવી છે આમ બુધવારે 43.3 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર જાહેર કરવામાં આવ્યું હતું.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગળના પાંચ દિવસ જિલ્લો એલર્ટ જાહેર કરાયું છે તેથી જે કોઈપણ વ્યક્તિને બહાર જવું હોય તો તેમને ચોક્કસથી સાવચેતી રાખવી પડશે અને કામ વગર ઘરની બહાર નીકળવું જોઈએ નહીં તેવી પણ માહિતી આપી છે એક વખત જ્યારે તાપમાનનો પારો 43 ડિગ્રીની ઉપર પણ જઈ શકે છે તેથી પોતાનું ખૂબ જ ધ્યાન રાખવું તેવું જણાવ્યું છે અને ત્યારબાદ ગરમીમાં થોડી રાહત મળશે તેવી માહિતી આપી છે.
કેરળમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે અને ત્યાં ધીમે ધીમે ચોમાસુ ત્યાંથી આગળ પણ વધી રહ્યું છે પરંતુ ગુજરાતમાં પહેલી અને બીજી જૂનના રોજ ગરમીનો પારો ખૂબ જ વધી શકે છે તેવું પણ કહ્યું છે આના આધારે ગુજરાતમાં આગળના પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા સમગ્ર રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ની અસર ખૂબ જ ઓછી જોવા મળી રહી છે પરંતુ સમગ્ર રાજ્યમાં એક થી બે દિવસ પછી વાતાવરણમાં ફેરફાર આવી શકે છે અને રાજ્યમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું જણાવ્યું છે.
સૌથી મહત્વની વાત તો એ છે કે ગુજરાતમાં 15 થી 20 જૂન સુધીમાં ચોમાસું આવી જશે તેવી આગાહી તો હવામાન વિભાગે કરી જ છે પરંતુ પ્રિમોન્સૂન એક્ટિવિટી વાતાવરણ હજી જોવા મળી નથી અને કરેલ આગાહી અનુસાર ૧૫ જૂનથી ગુજરાતમાં કોઈપણ જગ્યાએ વરસાદ આવી શકે છે અને હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં આ વર્ષે વાવણીલાયક વરસાદ થતો જોવા મળશે, અને ચોમાસું પણ ખૂબ જ સારું રહેશે.
સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતમાં જૂન મહિનામાં જ ચોમાસું બેસી જાય છે અને ચોમાસાની શરૂઆત જૂન મહિનાથી જ થતી જોવા મળે છે.આમ હવામાન વિભાગે સમગ્ર દેશનું 103 ટકા વરસાદ થશે તેવું અનુમાન લગાવ્યું છે અને જૂનમાં સમગ્ર રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પણ જોવા મળશે, તેનાથી રાજ્યભરના અને ખેડૂતોના માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.