હેલ્થ

શું સુતી વખતે નસકોરા બોલાવો છો? તો જાણો તેનું કારણે અને તેના ઉપાય પણ

અમુક લોકોને સૂતી વખતે નસકોરા બોલાવવાની ટેવ હોય છે જેનો કર્કશ અવાજ આવે છે. ઘણા લોકો રાતના સમયે ખુબજ મોટેથી નસકોરા બોલાવવાનું શરૂ કરે છે. આને લીધે આજુ બાજુ સુતા લોકોને ઘણી મુશ્કેલી પડતી હોય છે. જેના કારણે નસકોરા બોલાવતી વ્યક્તિને કેટલીકવાર શરમ આવતી હોય છે. કોઈ વ્યક્તિ આવું જાતે નથી કરતુ, પરંતુ નસકોરાંના ઘણાં કારણો હોય છે. જાણો કે રાત્રિના સમયે નસકોરા બોલાવાનું કારણ શું હોય શકે અને આ સમસ્યાનો સામનો કેવી રીતે કરવો જોઈએ.

જાણો નસકોરા કેમ બોલે છે: રાત્રે વ્યક્તિ જયારે સૂઈ જાય છે, ત્યારે તે વ્યક્તિ ખૂબ ગાઢ નિંદ્રામાં હોય છે, ત્યારે આપણા મોં અને ગળાના સ્નાયુઓને આરામ મળે છે, જેના કારણે આપણને ગળાના પેશીઓમાં ઢીલાપણું આવવા લાગે છે. તે સમયે, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે હવાના પ્રવાહને કારણે ગળામાંથી હવા પસાર થતા સંકુચિત થઈ જાય છે.

ગળાના પેશીઓમાં કંપન આવવા લાગે છે, જેના કારણે કર્કશ તેનો અવાજ બહાર આવતો હોય છે. જેને નસકોરા બોલાવવા એવું કહેવામાં આવે છે. જ્યારે હવાનો પ્રવાહ ઝડપી હોય છે અને વાયુમાર્ગ વધુ સંકુચિત બને છે, ત્યારે આ પેશીઓમાં કંપન વધવા લાગે છે, જેના કારણે નસકોરાનો અવાજ વધુ મોટો બનતો જાય છે.

નસકોરા બોલવાનાં કારણો: નસકોરાની સમસ્યા માટે એક નહિ પરંતુ ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે મેદસ્વીપણું, સાઇનસની સમસ્યા, અતિશય આલ્કોહોલનું સેવન, એલર્જી વગેરે કારણો હોઈ શકે છે. નસકોરાંની સમસ્યા ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા નામના ડિસઓર્ડર સાથે જોડાયેલી હોય છે. ચાલો જાણીએ નસકોરાની સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવવો.

કેટલાક લોકો સીધા જ તેમની પીઠ પર સૂઈ જતા હોય છે. આવી સ્થિતિમાં, સૂતી વખતે વાયુમાર્ગ હોય છે તે જીભ અને તાળવું દ્વારા સંકુચિત થઇ જાય છે. જ્યારે એરવે સંકુચિત થાય છે, ઉંઘ દરમિયાન કંપનનો અવાજ શરૂ થાય છે. તેથી એક બાજુ સૂવાથી નસકોરાંનો અવાજ ઘટાડી શકાય છે.

નસકોરાની સમસ્યાથી રાહત મેળવવા માટે, તમારે તમારા શરીરની સમાન જ ઓશીકું રાખીને સૂવું જોઈએ, જેથી તમારા શરીરનું સંતુલન યોગ્ય રીતે એક જ બાજુ રહે અને તમારા નસકોરાનો અવાજ ઓછો આવે. સુતી વખતે માથું ઉંચુ રાખવાથી નસકોરા બોલતા ઓછા થાય છે.

આ રીતે સૂવાની ટેવ પાડો: જે લોકો મોડી રાત સુધી જાગતા હોય છે અને તેમની ઉંઘનો સમય બરાબર નથી હોતો, સમયસર ન સૂવાને કારણે નસકોરાની સમસ્યા વધી જતી હોય છે. જ્યારે તમે મોડે સુધી જાગતા રહ્યા બાદ સૂઈ જાઓ છો, ત્યારે શરીર સંપૂર્ણ રીતે કંટાળી જતું હોય છે અને નિંદ્રા ગાઢ બની જાય છે આ સ્થિતિમાં પણ, સ્નાયુઓ સંકુચિત થઈ જાય છે અને નસકોરાં શરૂ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *