લાઈફ સ્ટાઈલ

આ જગ્યાએ 99 રૂપિયામાં મળે છે 11 અનલિમિટેડ ફૂડ આઈટમસ, લોકોની લાંબી લાઈનો લાગે છે

મન્ચુરિયન નામ સાંભળીને નાનાથી લઈને મોટા લોકોના મોમાં પાણી આવી જાય છે. આજકાલ લોકોને ચટાકેદાર ખાવાનું ખૂબ જ પસંદ આવે છે તેમાં પણ જો જમવામાં ડ્રાય મંચુરિયન,ચાઈનીઝ, ચાઈનીઝ ભેળ મળી જાય તો વાત જ શું કરવી. આપણા ગુજરાતીઓને પણ આજકાલ ચાઇનીસ ખાવાનો ખુબ જ શોખ ચાલુ થયો છે. ગુજરાતના લગભગ બધા શહેરની બધીજ હોટેલ, લારીઓ પર આ પ્રકારના ચાઈનીઝ તેમજ ડ્રાય મન્ચુરિયન મળે છે.

આજકાલ લોકોને ચટાકેદાર જમવાનું ખુજ ભાવે છે.. તેમાં પણ લોકો હવે પંજાબી ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે.જમવામાં આજ-કાલ પંજાબી વાનગીઓનું ચલણ બહુ વધી ગયું છે. ઘરે જમવાનું હોય કે હોટેલમાં જમવાનું હોય, આજ-કાલ પંજાબી વાનગીઓ લોકોની સૌથી વધુ મનપસંદ હોય છે.પંજાબી ફૂડ ટેસ્ટમાં સ્પાઇસી અને ચટપટુ હોય છે આથી લોકોને આજકાલ પંજાબી જમવાનું ખુબ જ ભાવે છે.. જો તમે પણ પંજાબી ફૂડ ખાવાના શોખીન હોવ તો આજે અમે તમને ખુબ જ ટેસ્ટી પંજાબી ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છે..

લોકોને પંજાબી ચાઈનીઝ મનચુરીયન વગેરે ખાવાનો ખૂબ જ શોખ હોય છે. જો કોઈ ની બર્થ ડે પાર્ટી હોય અથવા તો વિકેન્ડ હોય તો લોકો બહાર જવાનું પસંદ કરતા હોય છે. અને એમાં પણ જો ફેમિલી મોટી હોય અને અનલિમિટેડ જમવાનું મળતું હોય તો વાત જ શું કરવી. આજે અમે તમને આ ફૂડ આર્ટિકલમાં દિલ્હીમાં મોજપુર ના દિલ્હી 53 બફેટની વાત કરીશું. તમને માત્ર 99 રૂપિયા માં અનલિમિટેડ જમવાનું ખાવા મળશે.

દિલ્હી 53 બફેટનુ 99/- અનલિમિટેડ ડીશ નુ મેનુ નીચે મુજબ છે. ગ્રીન ચટણી, સરકા વાળી ડુંગળી, મટર અને પનીર પુલાવ, પનીર બટર મસાલા, દાલ મખની, મસાલાવાળા આલુ ગોબી, મસાલા છોલે, નુડલ્સ,ડ્રાય મંચુરિયન, નાંન,લચ્છા પરોઠા, મિસી રોટી, બટર રોટી. દિલ્હી 53 બફેટ નુ 99 રૂપિયામાં મળતું અનલિમિટેડ ફૂડ ખૂબ જ ટેસ્ટી અને ચટપટું હોય છે. તેઓ ગરમાગરમ આપણને જમવાનું આપે છે.

હોટેલ માં બેસવાની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે.12 થી 4:30 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે. જમવાનું બેસ્ટ કરવા ઉપર તેઓ 50 રૂપિયા એક્સ્ટ્રા લે છે. આ જગ્યા ઉપર તમે ટુ વ્હીલર લઈને આવવાનું વધારે પ્રિફર કરજો. અહીં તમને માત્ર 99 રૂપિયામાં ઇન્ડિયન તેમજ ચાઈનીઝ ફુડ અનલિમિટેડ જમવા મળશે. જો તમે પણ દિલ્હીના હોવ અથવા તો દિલ્હી આવવાનું પ્લાન કરી રહ્યા હોય તો અવશ્ય દિલ્હી53 બફેટની મુલાકાત લેજો. તો નોંધી લો સરનામું દિલ્હી 53 બફેટ, મોજપુર દિલ્હી.

Leave a Reply

Your email address will not be published.