ઉપલેટામાં પોતાની દીકરી અને જમીને જાહેરમાં પતાવી દેનાર પિતા અને ભાઈ જ્યાં સુધી હત્યા નહિ કરીએ ત્યાં સુધી નિરાત નહિ થાય તેની ઘમકી આપી હતી
ઉપલેટા તાલુકાના રીના સોમાજી સીંગરખિયા અને ખીરસરા ગામે રહેતા અનિલ મનસુખભાઈ મહીડા બંનેએ લવમેરેજ કરી લીધા હોવાની વાત રીનાના ભાઈ સુનીલ અને પિતા સોમજીને જરા પણ ગમી નહોતી. એ વાતનો બંનેએ ખાર રાખી અને ગઈકાલે રીનાને દાઢમાં દુખાવો થઈ જતા અનિલ સાથે તે હોસ્પિટલમાં જતી હતી. ત્યારે પૂર્વયોજિત કાવતરું રચી અને કુંભારવાડાના નાકે સતીમાંની ડેરી પાસે બંનેએ છરીના ઘા મારી અને હત્યા કરી નાખી હતી.
આ અંગે ઉપલેટા પોલીસ મથકમાં મૃતક યુવકના પિતા મનસુખભાઈ ગોવિંદભાઈ મહીડાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હત્યારા સુનીલ સોમજી સીંગરખિયા અને સોમજી જેઠાભાઈ સીંગરખિયા વિરુદ્ધ કલમ ૩૦૨, ૧૨૦(બી) અને ૧૧૪ અંતર્ગત ગુનો નોંધાયો હતો. અનિલનો કોલેજમાં જ રીના સાથે પ્રેમસંબંધ બંધાયો હતો મનસુખભાઇ ગોવિંદભાઇ મહીડાએ ફરિયાદમાં એવું નોંધાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે રહું છું.
મારે સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. મારા મોટા દીકરા અનિલે આજથી છ મહિના પહેલાં જ ઉપલેટા તાલુકાના અરણી ગામે રહેતા સોમજીભાઇ સીંગરખિયાની દીકરી રીના સાથે કોર્ટ મેરેજ કરેલા હતા. દીકરો અનિલ ભાયાવદર કોલેજમાં અભ્યાસ કરતો હતો. આ દરમિયાન અરણી ગામના સોમજીભાઇ જેઠાભાઇ સીંગરખિયાની દીકરી રીના સાથે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો.
આ પહેલા અનિલ છ મહિના જેલમાં પણ રહ્યો હતો તેમણે વધુમાં એવું જણાવ્યું હતું કે આ પૂર્વે રીનાના પિતાએ મારા દીકરા અનિલ વિરુદ્ધ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મારા દીકરા અનિલને પોલીસે પકડી લીધો હતો અને તે છ મહિના જેલમાં પણ રહ્યો હતો. જેલમાંથી છૂટી અને ઘરે આવતાં આશરે એકાદ મહિના પછી ફરીથી રીના અમારા ઘરે ખીરસરા રહેવા માટે આવતી રહી હતી.
ત્યાર બાદ અનિલ તથા રીનાના કોર્ટમાં લગ્ન કરાવી દીધા બાદ બંને એકસાથે રહેવા લાગ્યાં હતાં. તેમણે વધુમાં એવું જણાવ્યું હતું કે લગ્ન બાદ રીનાના પિતા સોમજીભાઇને કહેલું કે તમારી દીકરી અને મારો દીકરો એકબીજાને પસંદ કરતા હોય અને લગ્ન કરવા પણ માગતા હતા, જેથી બન્નેએ લગ્ન કરી લીધા છે તો હવે તમે જીદ મૂકી અને બંનેને શાંતિથી જીવન જીવવા દો.
એમ કહેતાં જ આ બંને બાપ-દીકરો ઉશ્કેરાઇ ગયેલા અને કહેવા લાગ્યા કે અમે બાપ-દીકરો જ્યાં સુધી મારી દીકરી રીના અને તમારા દીકરા અનિલને ગોતીને મારી નહી નાખીએ ત્યાં સુધી અમને નિરાંત નથી થવાની. જો આજે તમારો દીકરો અનિલ અને અમારી રીના અહીં હોત તો હું તમારી સામે બંનેના કટકા કરી નાખ્યા હોત, એવી ધમકી આપી અને જતા રહ્યા હતા. આ ઘટના અંગે હાલ ઉપલેટા પોલીસ મથકના પીઆઇ જી.જે.ઝાલા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી અને બંનેની શોધખોળ આદરી દીધી છે.