સમાચાર

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે પ્રિ-મોન્સુન એકટીવીટી શરુ થઇ ગઈ

લોકો ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ તો છુટા છવાયા ઝાપટાં પણ પડયાં હતા. પરંતુ સોમવારે ના દિવસે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઇ ગયા હતા. જેથી કરીને અરવલ્લી અને સાબરકાંઠા માં બપોર પછી ધમાકેદાર મેઘરાજા વરસી પડ્યા હતા.

સૌથી વધારે વરસાદ ની વાત કરીએ તો અરવલ્લીના ધનસુરા તાલુકામાં ૩ ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળ્યો હતો. જેને લઇને ખેતરો અને રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. હજુ તો વરસાદ શરૂ થયો છે ત્યાં મોડાસાના માર્ગો પર પણ પાણી જોવા મળ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મોડાસામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી માત્ર એક જ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. વિજયનગરમાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. 10 ફૂટ પણ દૂર ના જઇ શકાય તેવા વાતાવરણમાં ઢીંચણ સમા પાણી ભરાઇ ગયા હતા. જેને લઈને નગરપાલિકાએ પ્રિમોન્સુન કામગીરી કરી હતી તેમાં પાણી ફરી વળ્યા હતા.

ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. છેલ્લા બે મહિનાથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. વરસાદ આવતા જ ખેડુતો એ પણ વાવણી ની તૈયારી શરૂ કરી દીધી છે. વરસાદ વરસવાના કારણે માલપુર,બાયડ મેઘરજ અને ભિલોડાપંથકમાં પણ પાણી પાણી ફરી વળ્યા હતા.

ધોધમાર વરસાદ વરસવાને કારણે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઇ ગયા હતા જેને લઈને મોડાસામાં બપોર બાદ અંધારપટ છવાઇ ગયો હતો. પરિણામે વાહન ચાલકોને દિવસ દરમિયાન પણ હેડ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ખૂબ જ પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થવાથી વાહનચાલકોની વિઝિબિલિટી ઘટી ગઇ હતી જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી.

મોડાસામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેને લઇને રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં મેઘરજ રોડ પર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ ની સામે નો વિસ્તાર પાણીમાં તરબતર થઈ ગયો હતો જેના કારણે વાહનો માં પાણી ભરાઈ ગયા હતા અને અડધો કલાક સુધી વાહનોની અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. આમ પ્રથમ વરસાદે જ તંત્રે જે પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી હતી તેની પોલ છતી પાડી દીધી છે.

અરવલ્લીમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બે દિવસના મુશળધાર વરસાદ બાદ સોમવારે આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. અરવલ્લીમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોડાસા, ધનસુરા, મેઘરજ, માલપુર, ભિલોડા અને બાયડ જિલ્લાના ખેડૂતો વરસાદથી આનંદિત થયા હતા. આ વર્ષે માર્ચ મહિનાથી જ આકરી ગરમી પડી રહી છે. એપ્રિલ અને મે મહિનામાં તાપમાનનો પારો 47 ડિગ્રીએ પહોંચી જતાં લોકોએ આકરી ગરમીમાંથી રાહત મેળવી હતી. વરસાદ બાદ ખેડૂતોએ ચોમાસુ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પ્રથમ વરસાદમાં ભિલોડા પંથકમાં પાણી ભરાયા હતા ભિલોડામાં ગોવિંદનગર, ચંદ્રપુરી સોસાયટી સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદથી પાણી ભરાયા હતા. જેના કારણે તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઉભા થયા છે. વરસાદ શરૂ થતાની સાથે જ બજારોમાં છત્રી અને રેઈનકોટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. બીજી તરફ અરવલ્લી અને સાબરકાંઠામાં લોકો તાડપત્રી પાન ખરીદવા ઉમટી પડ્યા હતા. આગામી દિવસોમાં બંને જિલ્લામાં અનેક જગ્યાએ પ્રથમ વરસાદ થયો હતો. જેને લઇને હવે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.