સમાચાર

બાળકોનું વેક્સિનેશન મુકાવવા માટે આધાર કાર્ડ નો હોય તો પણ આ ડોક્યુમેન્ટ ચાલશે

દેશભરમાં ફરી એકવાર કોરોના કહેર ફેલાવી રહ્યો છે. આ દરમિયાન અનેક રાજ્યોમાંથી અત્યાર સુધી ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. આ સ્થિતિમાં રાહતના સમાચાર સામે આવ્યા છે, કે દેશમાં સોમવાર એટલે કે કાલથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનું વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરી દેવામાં આવ્યો છે.

દેશના પીએમ મોદીએ ૧૫ થી ૧૮ વર્ષના બાળકો માટે વેક્સિનેશનની શરૂઆત કરી દીધી છે. તેના માટે કોવિન પ્લેટફોર્મ પર ૧ જાન્યુઆરી એટલે કે શનિવારથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકો માટે વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. વેક્સિનેશન માટે ૯૯ ટકા જેટલા સ્લોટ રવિવારની સાંજ સુધીમાં જ બુક થઈ ગયા હતા. બાળકોના વેક્સિન રજીસ્ટ્રેશન માટે તેના આધાર કાર્ડની જરૂર પડે છે. જો તમારી પાસે કદાચ આ કાર્ડ નથી તો પણ તમે તમારા બાળકને વેક્સિન અપાવી શકો છો. જાણી લો કયા ડોક્યુમેન્ટ માન્ય ગણાશે.

નોંધનીય છે કે હાલમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને ભારત બાયોટેકમાં તૈયાર કરવામાં આવેલી કોવેક્સિનની વેક્સિન આપવામાં આવી રહી છે. બાળકોના વેક્સિનેશનને માટે ફક્ત એક જ ઓપ્શન હશે તે છે કોવેક્સિન, જેથી બાળકો ફક્ત કોવેક્સિનની વેક્સિન જ અપાવી શકશે. જે ફ્રન્ટલાઈન વર્કર્સ છે તે લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

હાલમાં જ પીએમ મોદીએ નબળી પ્રતિરક્ષાવાળા એટલે કે જે ૬૦ વર્ષથી વધારેની ઉંમરના લોકો છે. તેને ત્રીજી વેક્સિનના આધારે પ્રિકોશન ડોઝ લગાવવાની પણ શરૂઆત કરી દીધી હતી. નોંધનીય છે કે હેલ્થકેયર અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. જેની શરૂઆત ૧૦ જાન્યુઆરી, સોમવારથી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *