સમાચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ગામ માંથી મળી આવી સોલંકી યુગની બુર્જ ઈમારત

વડનગર ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વડનગર ભારતના ૧૫માં અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે. ગુજરાતનું વડનગર કે જે ઐતિહાસિક નગર તરીકે ઓળખાય છે તેણે હાલમાં દરેક લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. વડનગરમાંથી ખોદકામ દરમિયાન ઘણા પ્રાચીન અવશેષો અત્યાર સુધી મળી આવ્યા છે. ત્યારે ફરી એકવાર આવી જ કંઇક ઘટના બની છે. વડનગરમાંથી સોલંકી યુગની લગભગ એક હજારથી વધારે વર્ષ જૂની ઇમારત મળી આવી છે. આટલું જ નહિ પરંતુ અમરથોળ દરવાજા નજીકથી ઐતિહાલિક કિલ્લો પણ મળી આવ્યો છે.

તમને જણાવી દઈએ કે હડપ્પા સભ્યતા ભારતની સૌથી પ્રાચીનતમ સભ્યતા માનવામાં આવે છે. આ નગર વિશે પુરાતત્વવેતાઓએ કહ્યુ હતુ કે આનો ઈતિહાસ લગભગ 2500 વર્ષ જૂનો છે. હજારો વર્ષ પહેલા પણ અહીં ખેતી થતી હતી. એ વખતે ઘણા પ્રાચીન ઓજારો અહીં મળી ચૂક્યા છે. ખોદકામ દરમિયાન હાલ જ ત્રીજી તેમજ ચોથી સદીના બૌદ્ધ સ્તૂપના અવશેષ અને 7મી-8મી સદીના માનવ કંકાલ પણ મળ્યા હતા. હાલમાં અહીં કોરોના-અનલૉકના દિવસોમાં સારેગામા સર્કલમાં રેલવે ફાટક પાસે ખોદકામ ચાલી રહ્યુ છે

બુર્જ કિલ્લો મળી આવતા લોકોમાં આશ્વર્ય ફેલાયુ છે. ઉલ્લેખનીય છે કે, શહેરની ફરતે બનાવેલા 6 દરવાજાની નજીક આવા બુર્જ અને કોટ ઘેરાયેલા છે. બુર્જ પરથી સૈનિકો દુશ્મનો પર નજર રાખતા હતા અને શહેરની સુરક્ષા માટે પણ કોટ પણ બનાવાયા હતા. ઐતિહાસિક નગર કહેવાતા વડનગરના પેટાળમાંથી ખોદકામ કરતા બુર્જ કિલ્લો મળી આવતા પુરાતન વિભાગ તાત્કાલિક દોડી આવ્યું હતું. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં અનેક ઐતિહાસિક અવશેષો વડનગરમાંથી મળ્યા છે.

ઉત્ખનન દરમિયાન પુરાતન વિભાગને વડનગરમાંથી ઘણા પ્રાચીન અવશેષો મળી રહ્યા છે. અમરથોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન જમીનમાંથી આશરે 25 ફૂટ ઊંચો બુર્જ મળી આવ્યો અને આ ઉપરાંત દરવાજાની આજુબાજુ બીજા બુર્જ અને કોટ પણ નીકળી રહ્યા છે. આ બુર્જ આશરે 1000થી 1200 વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, શહેરની ફરતે બનાવેલા 6 દરવાજાની નજીક આવા બુર્જ અને કોટ જમીનના પેટાળમાં દબાયેલા છે. ઉલ્લેખનીય છે કે, સોલંકી કાળમાં આવા બુર્જ પરથી સૈનિકો દુશ્મનો પર નજર રાખતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *