વડોદરા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પર હુમલો, આરોપી સહિત 6ની ધરપકડ…

વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પર ‘પુષ્પા’ સ્ટાઈલમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી સહિત અન્ય છ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. જાણો શું છે સમગ્ર મામલો…

મળતી માહિતી અનુસાર વડોદરાના સમા વિસ્તારમાં એક દારૂનો અડ્ડો ચાલતો હતો. જેની માહિતી સ્ટેટ મોનીટરીંગ ટીમને મળી હતી. જ્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દરોડા પાડવા પહોંચી તો બુટલેગર પકડાઈ ગયો હતો. જો કે બાદમાં તેના સગા દોડી આવ્યા હતા અને પકડેલો માલ પાછો લઇ ગયા હતા.

આરોપીઓએ અપનાવી ફિલ્મ પુષ્પા જેવી રણનીતિ પુષ્પા ફિલ્મમાં જેમ અલ્લુ અર્જુન કેસથી બચવા માટે ચંદનના લાકડા છુપાવી દેતો હતો જેથી માલ ન પકડાય તો કેસ ન બને. કંઇક આવી જ રણનીતિ આ આરોપીઓ એ બનાવી હતી. જ્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્યાં દરોડા પાડવા પહોંચી અને માલ કબજામાં લીધો ત્યારબાદ ટીમે બુટલેગરની પણ ધરપકડ કરી હતી. જો કે જ્યારે આ માહિતી તેમના પરિવારને મળી તો બધા દોડી આવ્યા હતા અને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પર હુમલો કર્યો હતો.

સાલાઓને મારો એવું કહી કર્યો હુમલો મળતી માહિતી મુજબ આરોપીના પરિવારના સભ્યો તથા સાગરીતો ને જ્યારે માહિતી મળી ત્યારે તેઓ બધા સાથે જ ત્યાં દોડી આવ્યા હતા અને સાલાઓને મારો એવી બૂમો પાડીને પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના સભ્યોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત આરોપીઓએ ગાડીનો કાંચ પણ તોડી નાખ્યો હતો.

શું છે સમગ્ર મામલો? પી. એસ. આઈ. S.J. રાઠવાના જણાવ્યા અનુસાર તેમને માહિતી મળી હતી કે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી ઊર્મિ સ્કૂલની પાછળ એક ઝૂંપડપટ્ટી છે. ત્યાં ધીરજ પાંડે નામની વ્યક્તિ વિદેશી દારૂનું વેચાણ કરે છે. આ માહિતી મળતા જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્યાં પહોંચી હતી અને મુદ્દામાલ કબજામાં લેતા આરોપીની ધરપકડ કરી હતી.

જો કે ત્યાર બાદ આરોપીના પરિવાર lના સભ્યો અને સાગરીતો ત્યાં દોડી આવ્યા હતા અને મારો સાલાઓને એમ બૂમો પાડીને તેમની ટીમ પર પથ્થરમારો કર્યો હતો અને ગાડીનો કાંચ પણ તોડી નાખ્યો હતો. હાલ પોલીસે ફરાર આરોપીઓ સામે કેસ દાખલ કરીને શોધખોળ હાથ ધરી છે. અને 6 આરોપીઓની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published.