સમાચાર

વડોદરા નજીક ગામમાં આવ્યા રીંછ, વનવિભાગે આપનાવી અનોખી ટ્રીક

રીંછને ખટમીઠ્ઠા બોર ખૂબ ભાવે છે, અને બોરડીઓ મોટેભાગે જંગલ વિસ્તારના ગામવાસીઓના ઘર આંગણે આવેલી હોવાથી શિયાળામાં બોરની લાલચે રીંછ માનવ વસ્તીવાળા વિસ્તારોમાં પ્રવેશે છે. હુમલાની જે ઘટના બની ત્યાં આવેલા 5 થી 6 ઘરો નજીક બોરના વૃક્ષો આવેલા છે અને હાલમાં ખૂબ બોર લાગ્યા છે.આ હુમલા પાછળ બોર ખાવાની લાલચ એક સંભવિત કારણ ગણાય.આ ગામની નજીકના જંગલોમાં 5/6 રીંછોનો વસવાટ હોવાનું અનુમાન છે. રીંછ ને ગામમાં આવતા રોકવા જંગલમાં બોરડીઓ ઉછેરવાનું છોટાઉદેપુર વન વિભાગનું આયોજન

છોટાઉદેપુર અને પાવીજેતપુરના જંગલમાં 54 રીંછ રહે છે વડોદરા નજીક છોટાઉદેપુર (કેવડી/ડોલરિયા) અને પાવીજેતપુર(કુંડળ)ના જંગલ વિસ્તારોમાં ૫૪ જેટલા રીંછ રહે છે. જ્યારે રતન મહાલ,દાહોદ(સાગટાળાં) અને જાંબુઘોડાના જંગલોમાં પણ રીંછનો વસવાટ છે. તાજેતરમાં પાવીજેતપુરના આંબાખૂંટમાં રીંછના હુમલામાં એક ગામવાસી ગંભીર ઘવાયો હતો .

આ ઘટના અંગે છોટાઉદેપુર વન વિભાગના નાયબ વન સંરક્ષક એ જણાવ્યું કે ઘર નજીક આવેલી બોરડી પાસે એ વ્યક્તિનો રીંછ થી એકાએક સામનો થયો અને તેણે હુમલો કર્યો એવું અમારું અનુમાન છે . ગામોની આસપાસના જંગલોમાં રિંછો નો વસવાટ છે ત્યાંના લોકોએ ખાસ કરીને વહેલી સવારના ૫ થી ૭ વાગ્યાના આછા અજવાળામાં અને સાંજના ચાર વાગ્યા પછી ઉતરતા અંધારે અને રાત્રે જંગલોમાં જવાનું ટાળવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *