સમાચાર

વડોદરા નગર પાલિકાએ રાતના અંધારામાં ખેલ્યો ખેલ, પબ્લિકના બીકેથી અંધારામાં મંદિરો તોડી પાડ્યા

વિરોધના ડરથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રાત્રિના અંધારામાં અવરોધિત બે મંદિરો તોડી પાડ્યા હતા. વડોદરાના હેવમોર સર્કલ અને મલ્હાર પોઈન્ટ પાસેના બે મંદિરોને પાલિકાએ રાત્રિના અંધારામાં તોડી પાડ્યા હતા. લોકોના વિરોધના ડરથી પાલિકાએ રાત્રે ભાથીજી મહારાજ અને બળિયા બાપજીના મંદિરો તોડી પાડ્યા હતા.ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજની કામગીરીમાં અવરોધ સર્જાતા મંદિરો તોડી પાડવામાં આવ્યા છે.ત્યારે કોંગ્રેસ તરફથી વિરોધ શરૂ થયો હતો.

વડોદરા નગર પાલિકાની દબાણ શાખાની ટીમ ગુરુવારે બપોરે 12.30 કલાકે મનીષા ચોકડીએ પહોંચી હતી. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો ફ્લાયઓવર બ્રિજની નીચે 2 નાના મંદિર તોડી નાખ્યા હતા બંને મંદિર ના કારણે પુલના કામમાં અવરોધ ઊભો થયો હતો. પરંતુ નગરપાલિકાની ટીમે લોકોના વિરોધના ડરથી રાત્રીનો સમય પસંદ કર્યો હતો જેથી તેમની કામગીરીમાં અડચણ ન આવે. જોકે, આ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ સાથે ઘણા લોકોએ તેની ટીકા પણ કરી હતી.

તેના જવાબમાં વડોદરાના મેયરે જણાવ્યું હતું કે, મંદિરને કારણે જે વિલંબ થયો હતો તે દૂર કરવામાં આવ્યો છે. અમે લોકોની આસ્થા જાળવી રાખવાનું ધ્યાન રાખ્યું છે.” સેન્ટ્રલ સ્ટોરના મંદિરમાં બંને મંદિરોની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવ્યો છે. તેમની મૂર્તિનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. જે બાદ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

મંદિર તોડવાના વિરોધમાં વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યાં મંદિર તોડવામાં આવ્યું હતું ત્યાં કોંગ્રેસના કાર્યકરોએ કૂચ કરી હતી. કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી, જય શ્રી રામના નારા લગાવ્યા અને વિરોધ કર્યો. કોંગ્રેસના કાર્યકરોએ હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા.એટલું જ નહીં, કોંગ્રેસે ફરીથી તે જ જગ્યાએ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી જ્યાં મંદિર તોડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.