ઝપાઝપી કરીને હાથ પગમાં મુઠ માર માર્યો, સુરતના ડ્રગ્સ એકેડેમી પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી, ટ્રાન્સફોર્મર પર પ્રેમીએ ત્રાસ ગુજારીયો… Gujarat Trend Team, August 23, 2022 વડોદરા શહેરના સનફાર્મા રોડ પર રહેતી ટ્રાન્સ વુમન માનવી વૈષ્ણવે પોતાના ફ્રેન્ડે ડ્રગ્સના નશામાં માર માર્યો હોવાની ફરિયાદ જે.પી. પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ડ્રગ્સ એડિક્ટ યુવાનની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, ટ્રાન્સ વુમન માનવીએ જે.પી. પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પોલીસે મને મારનાર યુવાન સામે NDPSની કોઈ કાર્યવાહી કરી નથી. જે.પી. પોલીસ સ્ટેશનમાં માનવી બાલકૃષ્ણ વૈષ્ણવે તા.19-8-022ના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું માનવી બાલકૃષ્ણ વૈષ્ણવ (ઉં.35) વડોદરાના સન ફાર્મા રોડ ઉપર આવેલ ડી-101, સન રેસિડેન્સીમાં એકલી રહું છું. અને લક્ષ્ય ટ્રસ્ટમાં નોકરી કરું છું અને મારું ગુજરાન ચલાવું છું. છેલ્લા એક વર્ષથી મારી સાથે પુનિત હસમુખભાઇ કાનાબાર રહેતા હતા અને એક-બે માસથી અમે અલગ રહીએ છે. પુનિત કાનાબાર સુરતમાં ઉટપાટીયા, સચિન 214-215, બંગ્લોઝ, સુરત ખાતે તેના માસીના ઘરે રહે છે. માનવીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા અઠવાડિયાથી તેઓ ડ્રગ્સ લેવાથી બીમાર પડ્યો હતો અને છેલ્લા બે દિવસથી અમે પુનિત સાથે વાતચીત કરવાની બંધ કરી હતી અને તેઓનો મોબાઇલ ફોન નંબર પણ બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો. જેથી તેઓ તા.18-8-022ના રોજ સવારના સમયે અમારા ઘરે આવ્યો હતો. તે બીમાર હોવાના કારણે અમે તેને સારવાર માટે અમારા ઘરે રાખ્યો હતો અને તેને રાત્રિના સમયે નાશાયુક્ત ગોળીઓ ખાધી હતી. માનવીએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, તા.19-8-022ના રોજ બપોરે બે વાગ્યાના સુમારે પુનિતને બીમારી અંગે પૂછતા તે ગુસ્સે થઇ ગયો હતો અને મારી સાથે ઝપાઝપી કરી હતી અને મને હાથ-પગમાં મુઢ માર માર્યો હતો. તે સમયે તેને કોઇ નશો કર્યો નહોતો. જે.પી. રોડ પોલીસે માનવી વૈષ્ણવની ફરિયાદના આધારે પુનિત હસમુખભાઇ કાનબારા સામે ઇ.પી.કો. કલમ 323, 294 (ખ) મુજબ ગુનો દાખલ કર્યો હતો અને તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની તપાસ જે.પી. પોલીસ મથકના એ.એસ.આઇ. મહેન્દ્રભાઈ કરી રહ્યા છે. તેઓનો સંપર્ક કરતા તેઓએ કોઇક કારણસર વાત કરવાનો ઇન્કાર કર્યો હતો. સમાચાર