ડીવાઈડર પરથી ગાય કૂદવાથી એક વિદ્યાર્થીને તેનાં શીંગડા વાગતા વિદ્યાર્થીની આંખ ફૂટી ગઈ, માતા-પિતાએ રડતાં રડતાં કહ્યું…

રખડતા ઢોરને કારણે વડોદરા શહેરમાં સેંકડો અકસ્માતો થયા છે, જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને કેટલાકના મોત થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં હજુ પણ રખડતા પશુઓનો ત્રાસ ચાલુ છે.માત્ર 15 દિવસમાં રખડતા ઢોરના ત્રાસને દૂર કરી યુદ્ધના ધોરણે કાર્યવાહી જાહેર કર્યા બાદ પણ હજુ પણ ઢોર રસ્તા પર ફરી રહ્યા છે જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

વિદ્યાર્થી નું કેહવું છે કે એક માણસે ગાયને પથ્થર વડે માર્યો, પછી ગાય ભાગી જતાં તેના શિંગડા મારી આંખ અને મોં પર વાગી ગયા.” એક અજાણી વ્યક્તિ મને હોસ્પિટલ લઈ ગઈ. કોર્પોરેશને આ બાબતે પગલાં લેવા જોઈએ. રખડતા પ્રાણીઓને પકડવા જોઈએ અને રસ્તે રખડતા પશુઓને અટકાવવા જોઈએ જેથી મારા જેવા બીજા કોઈની આંખ ન જાય.

વિદ્યાર્થીના માતા નીતિન બેન પટેલે જણાવ્યું હતું કે, મારા પુત્રની આંખ ગુમાવવા પાછળ કોર્પોરેશન જવાબદાર છે. ઘણા લોકો ઘાયલ થયા છે અને મરી પણ ગયા છે. આ લોકો AC ઓફિસમાં બેસીને વાતો કરે છે. કોઈ કાર્યવાહી થતી નથી.અમે વળતરની પણ માંગણી કરીશું અને પોલીસમાં કેસ નોંધીશું.

હેનીલ પટેલ પોલિટેકનિકમાં ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, ગોવર્ધન ટાઉનશિપ, વાઘોડિયા રોડ, વડોદરાનો 18 વર્ષનો હનીલ પટેલ પોલિટેકનિકમાં ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓ બુધવારે સાંજે કામના સંદર્ભે બહાર ગયો હતો તે ત્યાંથી ઘરે આવી રહ્યો હતો. તે જ સમયે સોસાયટીના નાકે ડિવાઈડર પરથી કૂદી પડેલી એક ગાયે તેનું મોપેડ અડફેટે લીધું હતું અને પછી અકસ્માતમાં રોડ પર પડી ગયેલા હેનીલ ને ટક્કર મારતાં તેનું શિંગડું હેનીલની આંખમાં વાગી ગયું હતું.

આ ઘટનાની જાણ થતા સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને હેનીલને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.જ્યાં તેની હાલત નાજુક હોવાથી તેને અમદાવાદ રીફર કરવામાં આવ્યો છે. પરિવારજનોએ આંખ ગુમાવી હોવાની જાણ થતાં જ ફફડાટ વ્યાપી ગયો હતો. જુવાનજોધના પુત્રની આંખોની રોશની ગુમાવવાથી પરિવારજનોમાં નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.