સમાચાર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુવતીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરતા આખી ચકચાર બની, કારણ હજી પણ…

આજકાલ ગળેફાંસો ખાઇને આપઘાત કરનારા કિસ્સા વધી ગયા છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં પણ એક યુવતીનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઉપરાંત 32 વર્ષના એક યુવકે પણ આત્મહત્યા કરી હતી જેઓ આઈટી એન્જિનિયર હતા. આજકાલ એકબીજાની દેખાદેખી અને સોશિયલ મીડિયા ઉપર ફેક બનાવો બનવાને કારણે લોકો ડિપ્રેશનમાં જતા રહે છે. ડિપ્રેશનમાં આવીને લોકો આત્મહત્યા કરી લેતા હોય છે.

વડોદરા શહેરમાં તાંદલજા વિસ્તારમાં આવેલા નૂર જહાં પાર્કમાં એક 25 વર્ષીય યુવતી ભાડે રહેતી હતી. તે યુવતી ઓઢણી વડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત પાછળનું કારણ શોધી શકાયું ન હતું. પોલીસને આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે આવી ગઈ હતી અને લાશને પી.એમ કરવા માટે મોકલી દેવામાં આવી હતી. પોલીસે આ કેસને લઈને કાર્યવાહી આગળ ધરી છે.

બે દિવસ પહેલા એક એન્જિનિયર યુવકે પણ આત્મહત્યા કરી હતી.. આત્મહત્યા કરનાર યુવકનું નામ વિશાલ પ્રવીણભાઈ પટેલ છે. તેઓ 32 વર્ષના આઇટી એન્જિનિયર હતા. તેઓ કારેલીબાગ વિસ્તારના વીઆઈપી રોડ પર રહેતા હતા.તેઓએ તેમના ઘરમાં બીજા માળે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

માતા-પિતાને આ અંગે બિલકુલ જાણ ન હતી પરંતુ બે દિવસ બાદ તેઓ ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા હતા ત્યારે મકાનનું તાળું તોડીને તેઓ ઘરમાં ગયા હતા અને આ ઘટનાની જાણ થઈ હતી. માતાપિતા તેમની દીકરીનું ભણવાનું પૂર્ણ થતા કોન્વોકેશનમાં ઓસ્ટ્રેલિયા ગયા હતા. વિશાલે અંતિમ ચિઠ્ઠી લખી હતી અને તેમાં તેણે લખ્યું હતું કે હું જિંદગીથી કંટાળી ગયો છું એટલે હું આ પગલું ભરવા જઈ રહ્યો છું. ત્યારબાદ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.