શહેરમાં એક ટીવી સીરીયલ જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પુત્રવધુ અને તેના સાસુ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પુત્રવધુનું કહેવું છે કે તેની સાસુ તેને માનસિક અને શારીરિક રીતે ખૂબ જ હેરાન કરતી હતી જેને લઇને તેને ત્રણ વાર ઘર બદલવું પડ્યું હતું. જ્યારે યુવતી તેના પતિ સાથે ગોવા ગઈ હતી ત્યારે તેના પતિએ વોટસઅપ સ્ટેટસ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. જે વિડીયો તેના સાસુએ સેવ કરીને ફેસબુક ઉપર ” શરાબી ” તેવું લખીને તેનું અપમાન કર્યું હતું.
આ 30 વર્ષની મહિલા સરદારનગરમાં રહે છે. તેનો પતિ જીમ ચલાવીને પરિવારનું ગુજરાન કરે છે. મહિલાના લગ્નન 2015માં કરવામાં આવ્યા હતા. યુવતીનું કહેવું છે કે લગ્ન બાદ તેના સાસુ તેને ફરજ પાડતા હતા કે તું ટીવી કે સ્કૂટી કેમ કેમ ન લાવી, મારા બહેનો ની ગિફ્ટ કેમ નથી લાવી, સોનુ પણ ખુબ જ ઓછું લાવી છું. તેવા મેહના ટોણા કહીને તેને માનસિક રીતે ત્રાસ આપતા હતા. તેના સસરા પણ તેની સાસુ ની વાત માં આવી જઈને તેની સાથે ઝઘડો કરતા હતા.
આ બધી જ વાત મહિલાએ તેના પતિને કરી હતી પરંતુ પતિનું કહેવું હતું કે આવનાર સમયમાં મમ્મી-પપ્પા સુધરી જશે. આથી પરિવારમાં શાંતિ જાળવી રાખવા માટે કશું કહેતી ન હતી પરંતુ લગ્નના 7 વર્ષ બાદ મહિલાને કોઈ સંતાન ન હોવાને કારણે તેના સાસુ-સસરા તેના પતિને ચઢવણી કરતાં હતા અને તેને માનસિક ત્રાસ પણ આપતા હતા જેને લઇને બન્ને પતિ પત્ની 2018માં ગાંધીનગર રહેવા જતા રહ્યા હતા પરંતુ ત્યાં પણ તેના સાસુ-સસરા જોડે રહેવા આવી ગયા હતા. પતિ જ્યારે સવારમાં જીમ કામ માટે જતો પછી તેના સાસુ-સસરા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
આથી તેઓએ ઘર બદલીને સરદાર નગર રહેવા આવી ગયા હતા. જ્યાં પરવાનગી વગર કોઈપણ વ્યક્તિને ત્યાં આવી શકાતું ન હતું આથી તેના સાસુ-સસરા ત્યાં આવી શકતા ન હતા. વર્ષ 2021માં આ યુવતી તેના પતિ સાથે ગોવા ગઈ હતી. તેના સાસુએ તેના પતિનો સ્ટેટ્સમાં પોસ્ટ કરવામાં આવેલો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને ‘ શરાબી ‘ ગણાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. જેથી સાસુ-સસરા સામે વહુ એ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા સાસુ એ યુવતીનો વીડિયો ડિલીટ કરી દીધો હતો અને યુવતીને તેમના પર દયા આવતા તેને ફરિયાદ પાછી ખેંચી હતી.
છોકરીના પિતા મહારાજ છે અને તેઓ સત્સંગ કરે છે.જેમની સાથે પણ યુવતીના સાસુ એ ગાળો બોલીને ઝઘડા કર્યા હતા. આટલું જ નહીં તે યુવતીને ગંદા મેસેજ મોકલીને હેરાન કરતી હતી. યુવતી તેના પતિના જીમમાં રિસેપ્શન ટેબલ સંભાળી રહી હતી ત્યાં પણ આવી જઈને તે તેની સાથે દલીલ કરતી હતી. ફરી એકવાર યુવતી તેના પતિ સાથે ગાંધીનગર રહેવા ગઈ ત્યારે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પરંતુ સસરા તે સમયે રડતા હતા જેના કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આખરે કંટાળેલી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.