વહુ પોતાની સાસુ પાસે ઘર ખર્ચ માગવા ગઈ તો સાસુએ બે મહિનાના પૌત્ર સહિત વહુને પેટ્રોલ છાંટીને સળગાવી નાખ્યા, પતિ ઉભો ઉભો જોતો જ રહ્યો ને… મહિલા અડધી સળગી ગઈ છતાં પણ પોતાના દીકરાને બચાવવા માટે…

ગ્વાલિયર માં એક નિર્દય સાસુએ પોતાના બે મહિનાના પૌત્ર અને વહુને સળગાવાય દીધાની ઘટના અત્યારે સમગ્ર શહેરમાં ચકચાર બની છે બંને જણા ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયેલા મહિલા પોતે પોતાના પુત્ર અને લઈને સાસુ પાસે ઘરવખરી માટે ખર્ચ માગવા ગઈ હતી અને એટલામાં જ સાસુએ પેટ્રોલ છેડકીને આગ લગાવી દીધી હતી, મહિલા પોતાના બાળકનો જીવ બચાવવા માટે રસ્તા ઉપર ભાગી રહી હતી અને પોતે ૯૦ ટકા દાજી ગઈ હતી સાસરિયાવાળાએ તેમને હોસ્પિટલમાં દાખલ કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ તો આ ઘટના ઉપનગર મોરારના સંત નારાયણ સંતર વિસ્તારની છે, જ્યાં પોલીસ કર્મચારીએ સાસુ અને તેના પતિ સામે હત્યાનો પ્રયાસ કરવાનો આરોગ લગાવીને અત્યારે કેસ દાખલ કરી નાખ્યો છે હાલમાં બંનેની શોધ કોળ પણ પોલીસ કર્મચારી કરી રહ્યા છે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કશ્મીરાએ બે વર્ષ પહેલા વાસુ શિવહરીની સાથે લવ મેરેજ કર્યા હતા કાશ્મીરા પોતે મુસ્લિમ ફેમિલી થી આવે છે.

બંને પરિવારજનો આ લગ્ન માટે રાજી ન હતા છતાં પણ સાસરિયા વાળા ની વિરુદ્ધ જઈને બંને લગ્ન કર્યા હતા જેના કારણે સાસરીયા વાળા કાશ્મીરા અને તેના પતિ ઘરની નજીક જ ભાડાના મકાનમાં અલગથી રહેતા હતા બે મહિના પહેલા જ કશ્મીરએ દીકરાને જન્મ પણ આપ્યો હતો, કશ્મીરા એ પોલીસ કર્મચારી અને વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે તેના પતિ વાસુ એ ઘર ઉપર પૈસા આપવાનું બંધ કરી દીધું હતું જેના કારણે દીકરા નું ભરણપોષણ કરી શકતું ન હોતી જેના કારણે તે પોતાની સાસુ પાસે પતિને લઈને મદદ માગવા માટે ગઈ હતી.

જ્યાં તેણે ખર્ચના પૈસા માગ્યા તો સાસુ નારાજ થઈને ગુસ્સે થઈ ગઈ હતી અને પોતાના બે મહિનાના પૌત્ર સહિત વહુને પેટ્રોલ છાંટીને સળગાવી દીધા હતા, ગુરૂવારના રોજ પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને પોલીસે કહ્યું હતું કે કરિશ્મા આરોપ લગાવ્યો છે કે સાસુએ પેટ્રોલ નાખીને તેને સળગાવી દીધી જ્યારે પતિ પાસે જ ઊભો હતો તેણે પોતાની માતાને રોકી પણ ન હતી કે ન તો કોઈ બચાવવાની કોશિશ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *