હેલ્થ

શું તમારા પણ વાળ ખરે છે? શું થાક લાગે છે? તો પછી તમને પણ આ વસ્તુ હોય શકે છે

શરીરને સ્વસ્થ અને સ્ફૂર્તિલુ રાખવા માટે જરૂરી પોષક તત્વોની સપ્લાય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વિટામિન ડી પણ આવું એક પોષક તત્વ છે જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. સૂર્યપ્રકાશ એ વિટામિન ડીનો એક સૌથી મોટો સ્રોત માનવામાં આવે છે અને તેથી જ તેને સનશાઇન વિટામિન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આપણી ત્વચા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે વિટામિન ડી આપના શરીરમાં પ્રતિક્રિયા આપતું હોય છે. જો કે, કેટલાક ખોરાક એવા છે જેમાં વિટામિન ડી ખુબ ઓછી માત્રામાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ફિશ લીવર તેલ, ઇંડા જરદી અને કેટલાક ડેરી અને અનાજ ઉત્પાદનો વગેરે.

શા માટે તે જરૂરી છે: વિટામિન ડી એ આપણા શરીરના હાડકાંને એકદમ મજબૂત બનાવતું હોય છે અને કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે. માત્ર આટલું જ નહીં, જો તે યોગ્ય રીતે શોષાતું નથી, તો હાડકાંના ઘણા રોગો પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં શરીરમાં દુખાવો, સુસ્તી, થાક જેવા લક્ષણો પણ જોવા મળે છે.

તેના લક્ષણો શું છે ૧. તરત જ માંદા પડવું: જો તમે વારંવાર બીમાર પડશો અને તમે વર્ષોથી કફ અને શરદીની ફરિયાદ કરો છો, તો પછી તે તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપના કારણે થાય છે. એક સંશોધનમાં દ્વારા એવું જાણવા મળ્યું છે કે વિટામિન ડીની ઉણપ વ્યક્તિના રોગપ્રતિકારક કાર્યને અસર કરે છે અને તેની ઉણપને કારણે લોકો વધુ બીમાર પાડવા લાગે છે.

૨. થાકેલા રહેવું: એક સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે વિટામિન ડીની ઉણપ ધરાવતી સ્ત્રીઓને થાકની જ ફરિયાદો રહેતી હોય છે. આવી સ્થિતિમાં, તેને વિટામિન ડી સપ્લિમેન્ટનો ઉપયોગ કરીને થોડું વધુ સારું લાગ્યું હતું. આવી સ્થિતિમાં, તમે વિટામિન્સની ઉણપને દૂર કરવા માટે સપ્લીમેંટનો ઉપયોગ પણ લઇ શકો છો.

૩. શરીરમાં દુખાવો: વિટામિન ડી શરીરના હાડકાંને સ્વસ્થ રાખવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે શરીરમાં વિટામીન ડી ઘટવાનું શરૂ થાય છે, પછી પીઠનો દુખાવો, સાંધાનો દુખાવો જેવા લક્ષણો દેખાવા લાગે છે.

૪. ડિપ્રેશનની ફરિયાદ: વિટામિન ડીની ઉણપના કારણે જ લોકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે. એવું પણ જોવા મળ્યું છે કે જે લોકો ઘરની બહાર કામ કરતા હોય છે તે લોકોને આખો દિવસ બહાર કામ કરતા કરતા ડિપ્રેશનની ફરિયાદ વધારે હોય છે. આવી સ્થિતિમાં દિવસભર થોડો સમય તડકામાં જાવ અને વિટામિન ડી લેવાનું રાખો.

૫. વાળ ખરવા: વિટામિન ડીની ઉણપથી વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં, તમારા ખોરાક પર ધ્યાન આપો અને તાણથી દૂર રહો. વિટામિન ડીની ઉણપ તણાવ અને હતાશામાં વધારો કરવા લાગે છે અને સાથે સાથે વાળના વિકાસ અને આરોગ્ય પર પણ તેની અસર પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *