બબીતા એ જ લોકપ્રિય સિંગરની હત્યા કરાવી હતી, વૈશાલી બલસારા કેસમાં સૌથી મોટો ખુલાસો… બબીતા એ કોન્ટ્રાક્ટ કિલર બોલાવીને વૈશાલીની હત્યા કરાવી…

થોડા દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં વૈશાલી બલસારાની હત્યાના સમાચારથી આખી ઘટના ચકચાર બની હતી. જેમાં અત્યારે વલસાડ પોલીસે ખૂબ જ ચોક આવનારો ખુલાસો કર્યો છે વલસાડ પોલીસે આની પાછળ મુખ્ય ષડ્યંત્રી કોણ છે તેનો દાવો પણ કર્યો છે, પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર વૈશાલીની મિત્ર બબીતા એ જ આની પાછળ જવાબદાર છે.

જાણવા મળતી માહિતી મુજબ બબીતા એ જ પ્રોફેશનલ કિલરને વૈશાલીની હત્યા કરવા માટે સોપારી આપી હતી અને પ્રોફેશનલ કિલરને 8 લાખ રૂપિયા નક્કી કરીને તેને જાણથી મારી નાખવાની સોપારી આપી હતી. મિત્રો તમને જણાવી દઈએ તો વૈશાલી એ તેમના મિત્ર બબીતા ને પૂછી ના પૈસા આપ્યા હતા જે બબીતા પરત આપવા આ નકાની કરી રહી હતી અને તેના કારણે બબીતા એ પોતાના મિત્રને જ ખતમ કરી નાખવા મોટું ષડયંત્ર રચ્યું હતું.

તપાસ દરમિયાન ખૂબ જ મોટો ખુલાસો થયો છે કે વૈશાલી બલસારાએ પોતાના મિત્ર બબીતાને 25 લાખ રૂપિયા આપ્યા હતા જે વૈશાલી હવે પરત માંગી રહી હતી પરંતુ બબીતા આ પૈસા પાછા આપવા માગતી ન હતી વૈશાલી પૈસા પાછા મેળવવા દબાણ વધાર્યું તો બબીતા એ પોતાના ફેસબુક ફ્રેન્ડ ને વૈશાલી ને મારી નાખવાની સોપારી આપી હતી અને ₹8,00,000 માં ડીલે નક્કી કરીને આ સમગ્ર ઘટનાનો અંજામ આપ્યો હતો ત્યારે આ મામલે વલસાડ પોલીસે બબીતા ની અત્યારે ધરપકડ કરી છે.

મિત્રો તમને જણાવી દઈએ તો વલસાડની લોકપ્રિય સિંગર વૈશાલી બલસારા ની કાર પારડીની પાર નદી કિનારે મળી આવી હતી જે આકારમાં સિંગર વૈશાલી નું મૃતદેહ મળી આવતા આખી ઘટના ચકચાર બની હતી. જાણવા મળતી માહિતી મુજબ વૈશાલી બલસારા હાઈ પ્રોફેશનલ લાઈફ જીવતી હતી તેના પરિવારના લોકો કેનેડા રહે છે વૈશાલીના ઘરમાં દારૂની મહેફિલ પણ અગાઉ જળવાઈ હતી 31 ડિસેમ્બરના રોજ વલસાડ પોલીસે દરોડા પાડીને વૈશાલી અને તેમના મિત્રોને ઝડપી પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *