વલસાડમાં સર્જાયો ફિલ્મી સીન: બૂટલેગરોની ગાડી પાછળ પોલીસની ગાડી, દારૂ ભરેલી કાર સાથે ભાગવું ભારે પડ્યું

વલસાડ જિલ્લાના પારડી વલસાડના નાવેરી ગામ પાસેની ઘટના માં બુટલેગરોની કાર પલટી જતાં એક બુટલેગરને વધુ ઈજાઓ સાથે વલસાડ લઈ જવાયો વલસાડ જિલ્લામાં પારડી પોલીસ અને બુટલેગરની કાર વચ્ચે ફિલ્મી ઝપાઝપીમાં બુટલેગરની કાર પલટી મારી જતાં બે બુટલેગરોને ઇજા પહોંચી હતી. જોકે પારડી પોલીસની ટીમે રૂપિયા 2.90 લાખ અને રૂપિયા 5 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ સાથે બે ગેરકાયદેસર દારૂની હેરાફેરીન કરતા બે બુટલેગરો ની ધરપકડ કરી છે. જોકે, એક બુટલેગરને વધુ ઈજાઓ પહોંચતા સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસે દારૂની હેરાફરી કરતા બે બુટલેગર ની ધરપકડ કરી છે. જેમાં એક બુટલેગર હાલ જેલના સળિયા પાછળ પસ્તાવા કરી રહ્યો છે. તો અન્ય એક બુટલેગર હોસ્પિટલના બેડ પર સારવાર હેઠળ છે. બનાવની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાની પારડી પોલીસને બાતમી મળી હતી. માહિતીના આધારે, નાવેરી ગામના સુથાર ફળિયા પાસે પોલીસની ટીમ દેખરેખ હેઠળ હતી. ત્યારબાદ પોલીસની ટીમે રોડ પર સ્પીડમાં આવતી કારને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ કાર ચાલક પોલીસ ટીમને જોઈને પૂર ઝડપે ભાગી ગયો હતો.

એક સંપૂર્ણ તૈયાર પોલીસ ટીમ તરત જ કારની પાછળ ગઈ. જેના કારણે કારનો ચાલક તેજ ગતિએ જઈ રહ્યો હતો અને કાર રોડ પર પલટી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પલટી મારી ગયેલી કારમાં સવાર બંને બુટલેગરો ને ઈજાઓ પોંહચતા પારડી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જોકે, પોલીસે કારમાંથી અંદાજે રૂ.2.90 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે ઇજાગ્રસ્ત બુટલેગરો સામે દારૂ ની હેરાફેરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કેતન પટેલ અને સ્નેહલ ઉર્ફે કાલી પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, કાર પલટી મારતા ઇજાગ્રસ્ત આરોપી સ્નેહલ પટેલને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.કેતન પટેલ નામના આરોપીની પોલીસે સારવાર બાદ ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.