સમાચાર

વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યાં, ઠેર-ઠેર પાણી ભરાયા અને અમુક જગ્યાએ તો વિજળી પણ ગુલ થઇ ગઈ

હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેના કારણે લઈને વલસાડના ગામોની શેરીઓમાં અને રસ્તાઓમાં પાણી ફરી વળ્યા હતા. તેમજ અનેક જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. વરસાદ વરસવાની સાથે સાથે ઘણું નુકસાન પણ ભોગવવું પડયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. જેમાં વહેલી સવારથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉપરાંત ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ઘણું નુકસાન થયું હતું જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો.

આથી રાહદારીઓને આવવા-જવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છીપવાડ અંડરપાસ અને મોગરાવાડી અંડરપાસ પર પાણી ભરાઈ ગયું હતું. જોકે વરસાદના આગમનથી લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે. વલસાડ જિલ્લામાં આ વખતે ૧૦થી ૨૦ ટકાજ કેરીનો પાક ઉગ્યો હતો. પરંતુ પ્રિમોન્સૂન એક્ટિવિટી ને લઈને વલસાડ જિલ્લામાં ખૂબ જ પવન સાથે વરસાદ પડ્યો હતો તેના કારણે કેરીના પાકને ખૂબ જ નુકસાન થયું છે. જેને લઇને ખેડૂતોને ભારે નુકસાની ભોગવવી પડી છે.

વરસાદને કારણે તૈયાર થયેલો કેરીનો પાક બગડી જવાથી ખેડૂતોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે. ખેડૂતોનું કહેવું છે કે હવે બજારમાં શું વેચવું કેવી રીતે ઉપજ કરવી?? વલસાડના ખેડૂતો હવે સરકાર પાસે પૈસા ની સહાય માંગી રહ્યા છે. નવસારી જિલ્લામાં વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે.

કાળઝાળ ગરમીથી ત્રાહિમામ લોકોને હવે થોડી ઠંડક મળી છે. નવસારી અને વિજલપોરમાં આજે સવારથી વાતાવરણ બદલાયું હતું અને વરસાદી ઝાપટા થયા હતા. 10 જૂન બાદ નવસારીમાં વરસાદ ની આગાહી કરાઇ હતી જેને લઇને વરસાદ આવતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતો ડાંગરની વાવણી માટે વરસાદની રાહ જોતા હતા જેને લઈને હવે વરસાદ આવતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.