રાજ્યના આ વિસ્તારોમાં અચાનક આવ્યો વાતાવરણમાં એકાએક પલટો, બળબળતા તાપની વચ્ચે પડ્યા વરસાદી છાંટા Gujarat Trend Team, May 12, 2022 વલસાડના ઉમરગામમાં વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન ફૂંકાતા ગરમીમાં રાહત મળી છે.દરિયામાં હવાનું જોર વધતા માછીમારો પરત ફર્યા આજકાલ ખૂબ જ કપરી ગરમી પડી રહી છે.લોકો બહાર પણ નીકળતા નથી. અમદાવાદમાં પણ ગરમીનો પારો ૪૬ ડિગ્રીને ઉપર પહોંચી ચૂક્યો છે. ગરમીમાં લૂ લાગવાના કિસ્સા પણ સામે આવવા લાગ્યા છે. તેની વચ્ચે વલસાડ જિલ્લાના ઉમરગામ માં એકાએક વાતાવરણ બદલાય ગયું છે. ખૂબ જ જોરથી પવન ફૂંકાતા ગરમીમાંથી થોડી રાહત મળી છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં એકાએક બદલાવ આવવાથી જોરથી પવન ફૂંકાતા માંથી માછીમારો દરિયો ન ખેડતા પરત ઘરે ફર્યા છે. એકાએક પવન ફૂંકાતા ગરમીમાં થોડી રાહત મળી છે.લોકો ઠંડક અનુભવી રહ્યા છે. ઝરમર ઝરમર વરસાદ પણ વરસ્યો હતો. જ્યારે ગરમીનો પારો ૪૬ ડિગ્રી સુધી પહોંચ્યો છે ત્યારે ડોક્ટરોએ ઘરની બહાર ન જવાની સલાહ આપી છે. લૂ થી બચવા માટે વધારે પડતું પ્રવાહી લેવાની પણ સલાહ આપવામાં આવી છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ખૂબ જ કપરી ગરમી પડી રહે છે. નાના બાળકો અને સગર્ભા મહિલાઓએ પણ કામ સિવાય બહાર નીકળવું નહીં. ગઈકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં 45.8 ડીસામાં 45 વલ્લભ વિદ્યાનગરમાં 43.4 વડોદરામાં 43, ભુજમાં 43.8 અમરેલીમાં 44.8 ભાવનગરમાં 44.5 રાજકોટમાં 44.2 કેશોદમાં 40 અને કંડલામાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં. સમાચાર