વલસાડમાં આભ ફાટ્યું કે શું? 4 કલાકમાં જ 8.44 વરસાદ ખાબક્યો, ચારેય કોર બસ પાણી જ પાણી…

મેઘરાજા વલસાડમાં ખૂબ જ ધમાકેદાર અને તોફાની રીતે બેટિંગ કરી છે જેમાં વલસાડમાં ઠેર ઠેર જગ્યાએ જળબંબાકાર ની સ્થિતિ સર્જાયતી વલસાડમાં હાલ રેલ્વે અંડરપાસ બંધ પણ કરી દેવામાં આવ્યું છે તો ધરમપુર સ્ટેટ હાઇવે ઉપર વરસાદ અને બધી જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે અને આના કારણે વાહન ચાલ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વલસાડમાં જિલ્લામાં હજુ પણ ભારતીય અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરી છે ત્યારે હવામાન વિભાગ એમ લગભગ 40 સભ્યોની એક એનડીઆરએફ ની ટીમ ત્યાં તૈનાત કરી દીધી છે. તે સાથે કોઈપણ નીચાણવાળા વિસ્તારોમાં જો કોઈ મુશ્કેલી કે રાહત બચાવ કામગીરી શરૂ કરવાની હોય તો તરત જ તરત જ NDRF ની ટીમ ત્યાં પહોંચીને મદદ કરી શકે.

તમને જણાવી દઈએ કેમ વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર કલાકમાં 8.44 ઇંચ વરસાદ ખાબોચ્યો છે અને આના કારણે સમગ્ર વલસાડ માં ફક્ત બધી બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે એવી ધમાકેદાર બેટિંગ કરી કે શેરીઓ રસ્તાઓમાં અત્યારે હાલ પાણીના ગરકાવ થઈ ગયા છે.

એન ડી આર એફ ની ટીમ આજે વલસાડના ઓરંગા નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રાત બચાવ કામગીરી કરી રહી છે વલસાડ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ તેમજ પાલિકાની ટીમ પણ એન ડી આર એફ ની ટીમ સાથે પૂર્વગ્રસ્ત વિસ્તારમાં સમીક્ષા કરીને આવનારા દિવસોમાં નદીનું પાણી શહેરમાં આવે અને ડુબા વાળા વિસ્તારમાં કેવી રીતે રેસક્યુ કરવું તેની જાણકારી પાલિકાની ટીમ અને એનડીઆરએફ ની ટીમે મેળવી હતી.

વલસાડની સાથે સાથે પારડી ઉમરગામ વાપી જાવ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો જો વલસાડના પારડી તાલુકા ની વાત કરીએ તો ત્યાં બે ઇંચ થી વધારે વરસાદ પડ્યો તો ધરમપુર અને ઉમરગામમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો હતો તમને જણાવી દઈએ તો વલસાડમાં ભારે વરસાદને કારણે કોઝવે ડૂબી જતા વાહન વ્યવહારમાં ખૂબ જ અડજનો ઊભી થઈ રહી હતી.

એક કોઝવે ડૂબવાથી લોકોને 10 થી 15 કિલોમીટર નું અંતર વધારે કાપવું પડ્યું હતું અને ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં બ્રિજ તૂટી જતા કેટલાક વાહનો જોખમી રીતે બ્રિજ ક્રોસ કરી રહ્યા હતા, વલસાડમાં બીજી જગ્યાએ અન્ડરપાસમાં વરસાદના પાણીનો ગરકાવ થતા એક સ્કૂલ બસ ત્યાં ફસાઈ ગઈ હતી જ્યારે સ્કૂલ બસ નવા બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.