સમાચાર

વલસાડ જિલ્લામાં વહેલી સવારે વરસાદ ખાબક્યો, કાળઝાળ ગરમી માંથી રાહત પણ ખેડૂતોની ચિંતામાં વધારો

જિલ્લામાં થોડા દિવસો પહેલા પણ વરસાદ પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વલસાડમાં ગઈકાલે દિવસભર વાદળછાયું આકાશ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આકાશમાં ઘેરા વાદળો અને વરસાદથી લોકોને આંશિક રાહત મળી છે.

આજે વહેલી સવારે વરસાદ પડ્યો હતો.જેના કારણે આ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે કેરીના પાકને નુકસાન થવાની ચિંતા જિલ્લાના ખેડૂતોમાં છે. વરસાદના કારણે શહેરના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સવારના વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં સવારથી વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા. વલસાડમાં મંગળવારે પણ ભારે વરસાદ પડયો હોવાની ચિંતા વ્યક્ત કરી છે. સોમવારે જિલ્લા સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાયો હતો. મંગળવારે વહેલી સવારે વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરમાં ગયા સોમવારે સંભવિત વાવાઝોડાની અસર થઈ હતી જ્યારે મંગળવારે સવારે 4 વાગ્યે જોરદાર પવન ફૂંકાયો હતો.

આરપીએફ ગ્રાઉન્ડની સામે એક વિશાળ ઝાડની ડાળીઓ તૂટી ગઈ હતી. ત્યારે ઝાડ નીચેથી પસાર થતી વીજલાઈન પર ડાળી પડતાં 4 વીજ થાંભલાને અસર થઈ હતી. વીજળી ડૂલ થવાના કારણે આસપાસના વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. મહત્વનું છે કે, આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી બાદ વાસદ જિલ્લાના ખેડૂતો કેરીના પાકને નુકસાન થવાની ચિંતામાં છે. ભારે વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ભરાયા હતા.

Leave a Reply

Your email address will not be published.