મેઘરાજાએ તો તબાહી મચાવી દીધી, આ વિસ્તારમાં તો સતત 11 દિવસથી મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે કોઈ જગ્યાએ સામાન્ય વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકામાં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સાથે વલસાડ જિલ્લાના વલસાડ અને વાપી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, નર્મદા જિલ્લામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકા ની વાત કરીએ તો ત્યાં ત્રણ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં પડ્યો છે જ્યારે બીજા રાજ્યના તાલુકા માં 1 થી લઈને 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લાની વાત કરીએ તો મેઘરાજા વલસાડમાં મન મુકીને વરસ્યા છે કોઈ વિસ્તાર મેઘરાજાએ બાકી નથી રાખ્યો.

વહેલી સવારથી જ વરસાદ ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં નોંધાયો હતો બપોરના ચાર વાગ્યે ત્યાં સુધીમાં તો ઉમરગામમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો હતો જ્યારે વાપીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હતો નેશનલ હાઈવે 48 ની વાત કરીએ તો ત્યાં મુશળધાર વરસાદ પડી ને પાણી ભરાઇ ગયા હતા.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના નામ અમુક જ એવા વિસ્તારો બાકી હશે જ્યાં વરસાદ પડયો ન હોય. આ બાજુ નવસારી-ડાંગ સુરત એ વાત કરે તો ક્યાં પણ લગાતાર ચાર દિવસથી સવારના પોરમાં વરસાદ ધૂમ મચાવી રહ્યો છે. જ્યારે વલસાડમાં સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતોમાં એક અલગ જ ખુશીઓનો માહોલ જોવા મળ્યો છે કેમકે વાવણી લાયક એક સારો વરસાદ થઈ ચૂક્યો છે.

તમને જણાવી દઈએ કે અહીં ચોમાસાએ પોતાની જમાવટ ચાલુ કરી છે ત્યાં રાજ્યમાં હવામાન વિભાગ એક પાંચ દિવસની મોટી આગાહી જાહેર કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં સમાવેશ થાય છે ત્યાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે ત્યારે આ બાજુ નવસારી દમણ-દીવ સુરત વલસાડ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં સતત અગિયારમાં દિવસે મેઘરાજાની મહેર જોવા મળી છે સાવરકુંડલા તાલુકામાં વાતાવરણમાં પલટો આવવાથી વરસાદના વાવડ મળી રહ્યા છે સાવરકુંડલા તાલુકામા છાપરી, લિખાંળા, ડેડકડી સહિતના અનેક ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે તે વખતે ખેડૂતોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *