હવે છત્રી-રેઈનકોટ લઈને જ બહાર નીકળજો, મેઘરાજા કહેર મચાવવા માટે આવી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં…

ગઈકાલે રાત્રે વલસાડ જિલ્લામાં મેઘરાજા ખૂબ જ ધોધમાર વરસાદ વરસ્યો હતો, અને સમગ્ર જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં પડ્યો હતો અને તે આઠ એ જ હતો આમ ધોધમાર વરસાદ ના આધારે રસ્તા ઉપર પાણી ભરાઇ ગયા હતા અને તેના જ કારણે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.

જાણો કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો? ઉમરગામ 8ઈંચ વલસાડ 4 ઈંચ વાપી 4 ઈંચ પારડી 3 ઈંચ કપરાડા 2 ઈંચ ધરમપુર 1 ઈંચ ​​સૌથી વધુ વરસાદ ઉમર ગામમાં પડયો હતો અને તે આઠ હતો આમ તેના આધારે શેઠે અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને વાહનચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા આમ વરસાદના કારણે ત્યાં રહેતા લોકોને ગરમીમાંથી તો રાહત મળી હતી પરંતુ રસ્તા ઉપર પાણી ભરાતા જ થોડી તકલીફ નો સામનો કરવો પડ્યો હતો.

ઘણા સમય પછી વરસાદ પડતાં યુવાન તથા બાળકો વરસાદમાં નાવા ગયા હતા અને તેની મજા માણતા હતા અને રસ્તા ઉપર ધ્યાન નીચાણવાળો વિસ્તાર હતો ત્યાં પાણી ભરાઈ ગયું હતું આમ ડાંગરની ખેતી માટે વરસાદ પડતાં ખેડૂતો તેમના કામે લાગી ગયા હતા. વલસાડ જિલ્લામાં પડેલ વરસાદ ના આધારે નીચાણવાળા ભાગમાં જ્યાં પાણી ભરાઈ ગયું હતું ત્યાં નગરપાલિકા તથા મામલતદાર કચેરીનો સ્ટાફ તપાસ કરવા કરતા નિરીક્ષણ કરવા માટે ગયા હતા. વાપીમાં રેલવે અન્ડર ગ્રાઉન્ડ વરસાદી પાણીનો ભરાવો થતાં જ વાહન ચાલકને ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડ્યો હતો.

વલસાડ જીલ્લામાં સવારથી વરસાદ પડી રહ્યો હતો મુંબઈ અમદાવાદ હાઈવે અને પારડી બ્રિજ ઉપર વરસાદ ખૂબ જ પડતા પાણી ભરાઈ ગયું હતું અને તેના જ કારણે ટ્રાફિક જામ પણ થઇ ગયું હતું આમ સમગ્ર ઘટનાની જાણ ત્યારે પારડી પોલીસને થઈ ત્યારે તેમને પોતાના જવાનોને તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થાય અને હાઇવે ઉપર જે ટ્રાફિક જામ થયો હતો તે ઓછો થઈ શકે વલસાડ જિલ્લાના કલેક્ટર સાથેની બેઠકમાં જિલ્લામાં પ્રથમ વરસાદ પડયો હતો તેના આધારે મુંબઈ-અમદાવાદ માર્ગ પ્રભાવિત થયો હતો .

વલસાડ પોલીસ તૈયારીમાં જ જે તે જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા ત્યાં પહોંચી ગયા હતા અને તેમને વરસાદને લઈને વાપી તથા વલસાડ હાઈવે ઉપર વલ્લભ આશ્રમ શાળા પાસે પાણીનો ભરાવો થઈ ગયો હતો ત્યાં એક જ માર્ગ ચાલુ રાખીને હાઈવે ટ્રાફીક જામ થઈ ગયા હતા ઘટનાની જાણ પોલીસને થઈ હતી અને તેમને બ્રિજ ઉપરથી વરસાદનું પાણી બહાર કાઢવા ની વ્યવસ્થા કરી દીધી હતી, આમ આ વ્યવસ્થામાં તેમને જે નાળામાં કચરો ફસાઈ ગયો હતો તેને લાકડી વડે દૂર કર્યું હતું આઇઆરબી દ્વારા આ કામગીરીને લોકોએ ખૂબ જ બિરદાવી હતી.

વલસાડ શહેરમાં આટલો બધો વરસાદ પડવાના કારણે ઈસ્ટ રેલવે યાર્ડ અને મુલ્લાવાડી વિસ્તારમાં ઝાડ પડી ગયા હતા અને તેના કારણે લીમડાનું ઝાડ પડી જતાં જ નજીક માં આવતા બે મકાનમાં ખૂબ જ નુકસાની થઈ ગઈ હતી. અને ત્યારબાદ ચાર મોટરસાયકલ પણ ઝાડ નીચે દબાઇ ગઇ હતી.આ ઘટનાની સમગ્ર પણ જ્યારે વલસાડ નગરપાલિકાને થઈ ત્યારે તેમને ફાયર વિભાગની ટીમને જાણ કરી દીધી હતી અને આમ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર કાર્યવાહીને હાથમાં લીધી હતી.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 48 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો જેમાં જૂનાગઢમાં વિસાવદરમાંવધારે ચાર ઇંચ વરસાદ સુરતના કામરેજ માં ૩.૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ બાજુ નવસારી અને રાજપુર તાલુકા ની વાત કરીએ તો ત્યાં સવારથી વરસાદ પડતા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે અન્ય 11 તાલુકાઓમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *